GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

ફિલ્મ પ્રોડ્યુસર કરીમ મોરાનીની બંને દિકરીઓ Corona પોઝીટીવ, પરિવારને કરાયો આઇસોલેટ

corona

બોલીવૂડના જાણીતા નિર્માતા કરીમ મોરાનીના માથે આભ તૂટી પડયું છે. તેમની નાની પુત્રી શજા Coronaથી પીડીત છે અને મુંબઇની પારલાની હોસ્પિટલમાં આઇસલોશનમાં સારવાર લઇ રહી છે. હવે તેની મોટી પુત્રી ઝોેયા પણ Coronaનો ભોગ બની છે. મળેલા રિપોર્ટ અનુસાર કરીમ મોરીનીની મોટી પુત્રી ઝોયાને મુંબઇની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે,જ્યાં તેનો કરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

એક સમાચાર એજન્સીના પ્રમાણે, ઝોયા થોડા  દિવસો પહેલા જ રાજસ્થાનથી મુંબઇ આવી છે અને તેનો Corona ટેસ્ટ ૬ એપ્રિલની સાંજના પોઝિટિવ આવ્યો છે. તે કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે જ્યારે શજા નાણાવટી હોસ્પિટલમાં છે. શજાની બે દિવસ બાદ ફરી મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. ઘરમાં રહેતી દરેક વ્યક્તિ અને કામ કરનારાઓની Corona ટેસ્ટ કરવામાં આવી છે.

હાલ આ દરેકને ક્વોરનટાઇનમાં રાખવામાં આવ્યા છે.  ઝોયાના Corona પોઝટિવ ટેસ્ટ કરાવતા પહેલા  કરીમ મોરાનીએ સ્પષ્ટતા પણ કરી હતી. તેણે કહ્યું હતું કે, શજામાં તો Coronaના કોઇ લક્ષણ જોવા મળ્યા નહોતા પરંતુ તબીબી પરિક્ષણમાં પોઝિટિવ આવ્યું છે. જ્યારે ઝોયામાં તો Coronaનો પ્રભાવ જોવા મળ્યો હતો. ખાસ વાત તો એ છે કે કરીમ જે સોસાયટીમાં રહે છે તેમાં ઘણી બોલીવૂડ હસ્તીઓ રહે છે. ઉલ્લેખનીય છે કે,કરીમ મોરાનીએ રા વન, ચેન્નઇ એક્સપ્રેસ જેવી ફિલ્મો આપી છે.

Read Also

Related posts

આ ખાનગી સ્કૂલે હજારો વિદ્યાર્થીઓની ફી કરી માફ, કોઈ વિદ્યાર્થીના પિતાનું અવસાન થાય તો ધો-10 સુધીનો ખર્ચ શાળા ઉઠાવશે

Nilesh Jethva

સરકારે કરેલા યુનિફોર્મના નિર્ણયનો રીક્ષા ચાલકોએ કર્યો વિરોધ, આંદોલનને તોડવાનું ગણાવ્યું કાવતરુ

Nilesh Jethva

બુધવારે રાજ્યની કેબિનેટ બેઠક સ્વર્ણિમ સંકુલ 1 ખાતે મળશે, આ બે મુદ્દા પર રહેશે સૌની નજર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!