GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

કારગિલના શૌર્યને સલામ: 20 વર્ષ પહેલાં જ્યારે ભારતે દુનિયાને આપ્યો પોતાની તાકાતનો પરચો

ભારતીય સેનાએ કારગિલ યુદ્ધમાં પાકિસ્તાન પર કરેલી ફતેહને આજે 20 વર્ષ પૂર્ણ થયા. 1999માં ભારતે ટાઈગર હિલ પર કબ્જો કરીને બેઠેલા પાકિસ્તાની સૈનિકોને હારનો સ્વાદ ચખાડ્યો હતો.  અંદાજે ૬૦ દિવસ સુધી ચાલેલા આ યુદ્ધમાં ભારતને જીત મળવાની સાથે જ દુનિયાએ પણ ભારતની તાકાતનો પરચો દેખાડ્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૯૯માં કારગિલનું યુદ્ધ થયું હતું.

આ યુદ્ધની શરૂઆત ૮ મે, ૧૯૯૯ના રોજ જયારે પાકિસ્તાનના સૈનિકો અને કાશ્મીરી આતંકીઓને કારગિલના પહાડો પર જોવામાં આવ્યા હતા, ત્યારબાદ આ અંગેની માહિતી સેનાને મળી હતી.  ભારત માટે આ યુદ્ધને જીતવું ખુબ મુશ્કેલ હતું, કારણ કે સીમાની લગભગ તમામ ઉપરની પોસ્ટ પર પાકિસ્તાનની સેનાનો કબ્જો હતો.

આ પરિસ્થિતિ બાદ પણ ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આપ્યો હતો.કારગિલ સેક્ટરમાં ૧૯૯૯માં ભારતીય અને પાકિસ્તાનના સૈનિકો વચ્ચે લડાઈ શરુ થવાના કેટલાક સપ્તાહ પહેલા જ જનરલ પરવેજ મુશરફે એક હેલિકોપ્ટર દ્વારા ભારતીય સીમમાં ૧૧ કિમી સુધી અંદર આવીને જિકરિયા મુસ્તકાર નામના વિસ્તારમાં રાત પણ વિતાવી હતી. 

આ યુદ્ધની મહત્વની વાત એ હતી કે, જયારે પાકિસ્તાનની વાયુસેનાના ચીફને આ ઓપરેશનની માહિતી ન હતી. જયારે આ અંગે પાકિસ્તાનની એરફોર્સના ચીફને જણાવવામાં આવ્યું ત્યારે આં મિશન પર તેઓએ આર્મીને સાથ આપવા માટે ઇનકાર કર્યો હતો.

બીજી બાજુ જયારે કારગિલની ઉંચા પહાડો પર બેસીને પાકિસ્તાન દ્વારા ગોળીબારી કરાઈ રહી હતી ત્યારે ભારતીય વાયુસેનાના ફાઈટર પ્લેનનો ઉપયોગ કરાયો હતો.  કારગિલના યુદ્ધમાં ભારતીય એરફોર્સ દ્વારા મિગ-૨૭ અને મિગ-૨૯નો ઉપયોગ કરાયો હતો.

આં દરમિયાન મિગ-૨૯  ફાઈટર પ્લેન ખુબ મહત્વનું સાબિત થયું હતું, કારણ કે આ વિમાન દ્વારા પાકિસ્તાનની ચોકીઓ પર મિસાઈલ દાગવામાં આવી હતી. કારગિલનું યુદ્ધ શરુ થયા બાદ ૧૧ મેથી ભારતીય વાયુસેનાની ટુકડીએ આર્મીની મદદ કરવાનું શરુ કર્યું હતું. આ યુદ્ધમાં વાયુસેનાના ૩૦૦ વિમાન ઉડાન ભરતા હતા.

ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા કારગિલ યુદ્ધમાં વપરાયેલા હથિયારો અંગે વાત કરવામાં આવે તો આર્ટિલરી દ્વારા ૨,૫૦,૦૦૦ ગોળા અને રોકેટ દાગવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૩૦૦થી વધુ તોપો, મોર્ટાર અને રોકેટ લોન્ચરો દ્વારા દરરોજ અંદાજે ૫૦૦૦ બોમ્બ પણ દાગવામાં આવ્યા હતા, તેમજ ૧૭ દિવસોમાં પ્રતિદિન એવરેજ એક મિનિટમાં એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા.

૨૬ જુલાઈ, ૧૯૯૯ન રોજ ભારતીય સેનાએ પાકિસ્તાનની સેના અને ઘુસણખોરોને પરસ્ત કર્યા બાદ યુદ્ધ સમાપ્ત કરવાની ઘોષણા કરવામાં આવી હતી, ભારતીય જવાનોને કારગિલની ટોચ પર તિરંગો લહેરાવી પોતાની તાકાતનો પરચમ બતાવ્યો હતો.

કારગિલ વિજય દિવસ

  • ૧૯૯૯માં કારગિલ યુદ્ધ
  • ગારકૌન ગામના ગોવાળિયાએ પાકિસ્તાની ઘૂસણખોરોને જાયા
  • ઘૂસણખોરોની જાણ ભારતીય સેનાને કરવામાં આવી
  • પાકિસ્તાનની સેના કરી ચૂકી હતી  કારગિલમાં ઘૂસણખોરી
  • ટાઇગર હિલ પર પાકિસ્તાનની સેનાએ કબજો કર્યો
  • ભારતીય સેનાએ ઓપરેશન વિજય શરૂ કર્યુ
  • પાકિસ્તાનની સેના પર ભારતનું આક્રમણ
  • પાક. સૈનિકોને ભગાડવા ભારતે ૧૦૦ તોપ ગોઠવી તોપમારો શરૂ કર્યો
  • મિરાજ-૨૦૦૦ વિમાને પાકિસ્તાનના બંકર તોડ્યા
  • મિગ-૨૭ અને મિગ-૨૯ પાકિસ્તાન માટે કાળ બન્યા
  • ૨૪ જૂન, ૧૯૯૯ જેગુઆરે સવારે ઉડાન ભરી
  • જેગુઆરે પાકિસ્તાનના સૈન્ય ઠેકાણા પર નિશાન તાGયુ
  • સૈન્ય ઠેકાણા પર નવાઝ શરીફ અને મુશર્રફ હતા હાજર
  • જેગુઆર નિશાન ચૂકતા નવાઝ શરીફ અને મુશર્રફનો થયો બચાવ
  • ૨.૫૦ લાખ રોકેટથી હુમલો
  • ૩૦૦ તોપ અને રોકેટ લોન્ચર
  • પાકિસ્તાનના ૨૭૦૦ જવાન ઠાર
  • ભારતીય સેનાએ ટાઇગર હિલમાંથી પાકિસ્તાની સૈનિકને ભગાડ્યા
  • ભારતીય સેનાએ કારગિલની ટોચ પર તિરંગો લહેરાવ્યો

Read Also

Related posts

કારગિલ યુદ્ધમાં થઇ ગઇ આ એક ચૂક અને જીવતાં બચી ગયાં હતાં મુશર્રફ અને નવાઝ શરીફ

Bansari

કારગિલ વિજય દિવસ પર અક્ષય કુમારે ભારતના જવાનોને સલામ કરતો વીડિયો શેર કર્યો

GSTV Web News Desk

કારગિલ યુદ્ધ સમયે ત્યાં જ રોકાઇ ગયો હતો આ ચા-વાળો, જાતે ચા બનાવી જવાનોને પીવડાવતો

GSTV Web News Desk
Do NOT follow this link or you will be banned from the site!