GSTV

સનીનો કાર્યક્રમ રદ્દ નહી થાય તો સામૂહિક આત્મહત્યા કરવાની ધમકી અપાઇ

Last Updated on December 15, 2017 by Bansari

સની લિયોની અવારનવાર કોઇના કોઇ વિવાદમાં સંપડાતી રહે છે. આ પહેલી વખત નથી બન્યું કે સની કોઇ વિવાદ વચ્ચે ઘેરાઇ છે. સની લિયોની 31 ડિસેમ્બરના રોજ ક્રિસમસના અવસરે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની હતી. આ વાતને લઇને કર્ણાટકા રક્ષણા વેદિકે યુવા સેના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ સમૂહે એવી ધમકી આપી હતી કે જો સનીનો આ કાર્યક્રમ રદ્દ કરવામાં નહી આવે તો તેઓ સામૂહિક આત્મહત્યા કરશે.

 

તેમના મતાનુસાર આ પ્રકારના કાર્યક્રમ ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધ છે. અગાઉ પણ તેમણે આ પ્રકારના વિરોધ પ્રદર્શનો કર્યા છે અને આજે પણ તેમણે બેંગલોરમાં સનીનો વિરોધ કરતાં પૂતળા બાળ્યાં હતાં અને સનીના પોસ્ટરો સળગાવીને સૂત્રોચ્ચાર કર્યાં હતાં.

 

લિયોનીએ તાજેતરમાં જણાવ્યું હતું કે બંગ્લોરમાં 31 ડિસેમ્બરે ન્યુયરની રાતે આયોજિત એક કાર્યક્રમમાં તે સામેલ થશે. જો કે સનીના આ કાર્યક્રમનો કન્નડ સમર્થક સંગઠનોએ આ કાર્યક્રમ અને સની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યા.

પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યાં અને સનીના પોસ્ટરો પણ સળગાવ્યાં. આ સંગઠનના લોકોનું કહેવું છે કે આ પ્રકારના કાર્યક્રમ શહેરની સંસ્કૃતિ પર હુમલો છે અને આ પ્રકારે નવા વર્ષનું સ્વાગત ન કરી શકાય.

સંગઠને સનીના આ કાર્યક્રનને રદ્દ કરવાની માંગ કરી છે. નવા વર્ષે એક જાણીતી એડવર્ટાઇઝિંગ ફર્મ દ્વારા આ ઇવ્ન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પ્રોગ્રામ બેંગ્લોરની એક મોટી હોટલમાં યોજાનાર છે. આ કાર્યક્રમ માટે ટિકિટનું વેચાણ પણ શરૂ થઇ ચુક્યું છે.

Related posts

જય ભીમ: સાઉથ સુપરસ્ટાર સૂર્યાએ ફેન્સને આપી ખુશખબર, આગામી ફિલ્મનું પોસ્ટર શેર કર્યું

Pravin Makwana

ગુરુ પૂર્ણિમા/ ડાકોર- શામળાજીમાં ઉમટ્યું માનવ મહેરામણ, અંબાજી સહિત આ યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓ લીધો દર્શનનો લ્હાવો

Bansari

Bank Holiday: ઓગસ્ટ મહિનામાં 15 દિવસ બેંકો રહેશે બંધ, સાતમ-આઠમ પર પાંચ દિવસનું લોંગ વિકેન્ડ આવશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!