GSTV

એક નાની એવી સિગરેટ છોડી બનાવી શકો છો શાનદાર સપનાનું ઘર, વિશ્વાસ ન આવતો હોય તો વાંચી લ્યો કિસ્સો

સીગરેટની લત છોડવી ઘણી મુશ્કેલ છે. ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તે તમામ લોકો જાણે છે. તો પણ લોકો ધુમ્રપાન કરે છે. એવું એ માટે કારણ કે આ ટેવ ઘણી ખરાબ છે. સ્મોકીંગ જલ્દી જ લોકોની લાઈફનો ભાગ બની જાય છે અને તેને ખબર પણ પડતી નથી. જ્યારે શ્વાસ લેવામાં તકલીફ પડે ત્યારે ખબર પડે કે સીગરેટ શું કમાલ કરી ગઈ. કેરળના એક વ્યક્તિએ સીગરેટ છોડી તે બાદ આ વ્યક્તિએ ઘણા પૈસાની બચત કરી. તે એ જ રકમ હતી કે જે તે સીગરેટ ઉપર ખર્ચ કરી રહ્યો હતો. હવે આ રકમથી તે ઘર બનાવી રહ્યો છે.

પહેલા હતા ચેન સ્મોકર

વેણુ ગોપાલ નાયરને ધ્રુમપાનની લત હતી. તે ચેન સ્મોકર બની ચુક્યાં હતા. પછી તેને સીગરેટ છોડવાનો નિર્ણય કર્યો અને તે સફળ રહ્યાં. તેણે વિતેલા 8 વર્ષોમાં સીગરેટ પીધી નથી. તે બાદ તેણે 5 લાખ રૂપિયાની બચત કરી તેનાથી હવે તે પાતાના ઘરના ઉપરના ફ્લોરનું કામ કરાવી રહ્યાં છે.

75 વર્ષની છે તેની ઉંમર

તે કેરળના કોઝીકોડના રહેનારા છે. તેની ઉંમર હાલ તો 75 વર્ષ બતાવવામાં આવી રહી છે. તે કંન્સ્ટ્રકશન સેક્ટરમાં કર્મચારી રહી ચુક્યાં છે. તે 13-14 વર્ષની ઉંમરથી સ્મોક કરી રહ્યાં હતાં. 67 વર્ષની ઉંમરમાં હૃદયમાં દુઃખાવો થવા લાગ્યો જેના કારણે તેણે સ્મોકીંગ છોડવી પડી.

ડોઢ પેકેટ પી જતા હતા

નાયર એક દિવસમાં સીગરેટના ડોઢ પેકેટ પી જતા હતા. તે સમયે સીગરેટના એક પેકેટ 50 રૂપિયાનું આવતું હતું. વિતેલા આઠ વર્ષોમાં તેણે સ્મોક કર્યું નથી. તેનાથી તેણે રૂપિયા 5 લાખની બચત થઈ છે.

Related posts

ટેક્સપેયર્સ માટે કામનાં સમાચાર, આ સાત રીતે બચાવી શકો છો ટેક્સ

Mansi Patel

Breaking : મોદી સરકારે ખેડૂતોને આપી મોટી ખુશખબર, ઘઉં, ચણા અને રાઈના ટેકાના ભાવમાં થયો મોટો વધારો

Pravin Makwana

પાકિસ્તાને કરેલા માછીમારોના અપહરણ મામલે ભાજપ સરકાર પર આ ધારાસભ્યએ કર્યા આકરા પ્રહારો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!