કરીના કપૂરની બીજી પ્રેગ્નેન્સીને લઈને તેના ફેંસને ઘણી આતુરતા હતી કે આ વખતે પટૌડી પરીવારમાં બેબી બોયનું આગમન થશે કે બેબી ગર્લ. તો હવે આ આતુરતાનો અંત આવી ગયો અને પટૌડી પરિવારમાં ખુશીના વધામણા થયા છે. કરીના કપૂર આ મહિને ફેબ્રુઆરીમાં તેના બીજા બાળકને જન્મ આપ્યો. કરિના અને સૈફ અલી ખાન બીજા બાળકના માતા-પિતા બની ગયા છે. કરીનાએ દિકરા ને જન્મ આપ્યો છે.
કરીનાએ બેબી બોયને આપ્યો જન્મ
અભિનેત્રી કરીના કપૂર ખાને પોતાના બીજા બાળકને જન્મ આપ્યો છે. 21 ફેબ્રુઆરી, રવિવારે સવારના સમયે કરીનાએ બીજા દીકરાને જન્મ આપ્યો હતો. આ સાથે જ પટૌડી પરિવારમાં ફરી એક વખત આનંદની કિલકારીઓ ગુંજી ઉઠી છે. માતા કરીના અને પિતા સૈફ પોતાના ઘરમાં આવેલા આ નવા મહેમાનને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. પોતાના નાના ભાઈનું સ્વાગત કરવા માટે તૈમુર પણ સંપૂર્ણપણે સજ્જ જણાઈ રહ્યો છે. કરીનાને શનિવારે રાતના સમયે જ બ્રીચ કૈન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
જાણવા મળ્યા મુજબ હાલ માતા અને બાળક બંને સ્વસ્થ છે. કરીના કપૂરના પરિવારના અનેક સદસ્યો આ ખુશબર બાદ હોસ્પિટલમાં જમા થવા લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે, લોકડાઉનમાં કરીનાએ પોતાના ચાહકો સાથે પોતે ગર્ભવતી હોવાના સમાચાર શેર કર્યા હતા. સૈફ અને કરીનાએ એક જોઈન્ટ સ્ટેટમેન્ટ દ્વારા આ ખુશખબર આપી હતી. ગત વર્ષે ઑગષ્ટ મહિનામાં સૈફ-કરીનાએ કહ્યું હતું કે, “અમને આ જણાવતા આનંદ થઈ રહ્યો છે કે અમારા પરિવારમાં એક નવું મહેમાન જોડાશે. અમારા બધા જ શુભચિંતકોની શુભકામનાઓ અને સહયોગ માટે આભાર.”
આ પહેલા કરીનાની નણંદ અને સૈફ અલી ખાનની બહેન સબા અલી ખાને કરીનાની ડિલિવરીની લાથે જોડાયેલી એક હિંટ આપી હતી. સબાએ ઈન્સ્ટાગ્રામ પર સૈફ અને તેના દીકરા ઈબ્રાહિમનો એક ફોટો શેર કર્યો હતો. આ તસ્વીર સાથે ફેંસ અંદાજો લગાવી રહ્યા હતા કે કરિનાની ડિલીવરી થઈ ચૂકી છે.

સબાએ આ ફોટો સાથે ફેંસની આતુરતાને વધારતા લખ્યુ હતું કે, કોઈ અંદાજો…. આ કોણ છોકરો છે ?? તમારો જવાબ નીચે કોમેન્ટસમાં આપો.” તો તમને જણાવી દઈએ કે કરિનાની પહેલી પ્રેગ્નેન્સીમાં પણ તેના ચાહકોમાં તેના બાળકને લઈને ચર્ચાએ જોર પકડયુ હતુ. તૈમુર અલી ખાન પણ ખૂબ ચર્ચામાં રહ્યો.
READ ALSO
- ગુજરાત બજેટ 2021-22 : વન બંધુ કલ્યાણ યોજના ફરી ફરી અમલમાં મુકવા નીતિન પટેલની જાહેરાત, પીએમ મોદીએ કરી હતી શરૂઆત
- બજેટ 2021-22 / આ બજેટમાં રાજયમાં પ્રવાસન અને આરોગ્ય વિભાગને અપાયુ પ્રાદ્યાન્ય, PM માતૃવંદના યોજના માટે કરાઈ 66 કરોડની જોગવાઇ
- યુવાનો આનંદો/ ગુજરાતમાં 20 લાખ બેરોજગારોને મળશે નોકરી, બજેટમાં રૂપાણી સરકારે કરી આ મોટી જાહેરાત
- કોરોના કાળમાં સરકારનું ફોકસ આરોગ્ય પર વધુ, બજેટમાં ફાળવ્યા 11 હજાર કરોડ
- “સશક્ત મહિલા સુપોષિત ગુજરાત”, નીતિનભાઈએ ગુજરાતની મહિલાઓનો પણ બજેટમાં રાખ્યો ખાસ ખ્યાલ, 361 કરોડ વધારે ફાળવ્યા