સૈફ સાથે કરીનાના છે બીજા લગ્ન,વર્ષો બાદ થયો એટલો મોટો ખુલાસો કે…

તાજેતરમાં જ કરીના કપૂર લેકમે ફેશન વીકની શૉ સ્ટોપર બની હતી. શૉના  અંતિમ દિવસે કરીના બ્લેક કલરના ડ્રેસમાં કાતિલ લાગી રહી હતી. આ અંદાજમાં તેણે રેમ્પ વૉક કરીને પોતાનો જલવો વિખેર્યો હતો. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી.

આ દરમિયાન કરીનાએ મીડિયા સાથે વાતચીત કરતાં એટલો મોટો ખુલાસો કર્યો કે સૌકોઇ ચોંકી ઉઠ્યા. હકીકતમાં કરીનાએ જણાવ્યું કે સૈફ ઉપરાંત તેના બીજા લગ્ન પણ થયાં છે. કરીનાએ આ ખુલાસો કર્યો તે બાદ ફેન્સ તે જાણવા જરૂર માંગશે કે તેણે બીજા લગ્ન કોની સાથે કર્યા છે.

તમે કંઇ બીજુ વિચારો તે પહેલાં અમે તમને જણાવી દઇએ કે કરીનાએ બીજા લગ્ન લેકમે ફેશન વીકના પરિવાર સાથે કર્યા છે. આ અવસરે કરીનાએ જણાવ્યું કે, બ્રાન્ડ અને કલાકાર તરીકે બંનેએ એકબીજાનો હાથ પકડી રાખ્યો છે. આ ઉપરાંત બંનેએ ભવિષ્યમાં પણ આ જ રીતે સાથે રહેવાના પ્રણ લીધાં છે તેથી આ એક લગ્ન જ છે.

કરીનાએ જણાવ્યું કે, લેકમે મારા વિના અધૂરુ છે અને હું પણ તેના વિના અધૂરી છું. હું તે સમયની રાહ જોઉ છું જ્યારે મને રેમ્પ વૉક કરવાની તક મળશે. આ મારા માટે એક પરિવાર કરતાં પણ વધું છે. આ એક અદ્ભૂત યાત્રા રહી છે. હું આજે ખૂબ જ ગ્લેમરસ મહેસૂસ કરી રહી છું.

જણાવી દઇએ કે આ ફેશન શૉમાં રણવીર સિંહ, અનિલ કપૂર અને જ્હાન્વી કપૂર જેવા સ્ટાર્સે રેમ્પ વૉક કર્યુ હતું. જણાવી દઇએ કે કરીનાને કરણ જોહરે તખ્ત ફિલ્મ માટે સાઇન કરી છે. તેમાં કરીના ઉપરાંત જ્હાન્વી અને રણવીર સિંહ પણ નજરે પડશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter