GSTV

19 વર્ષ પૂરા થવા પર કરીના પહેલી વાર કરી રહી છે આ રોલમાં, જોવા મળ્યો સેટ પરનો ફોટો

Last Updated on July 1, 2019 by

છેલ્લા કેટલાક સમયથી કરીના કપૂર લંડનમાં વેકેશન મનાવી રહી છે, તેની તસવીરો વારંવાર જોવા મળી રહી છે. તેની વચ્ચે ડાન્સ ઈન્ડિયા ડાન્સની સીઝન-7માં કરીના જજ તરીકે જોવા મળી રહી છે. આ બાબતે તે લંડનથી મુંબઈ પણ આવી હતી.

કરીનાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 19 વર્ષ પૂરા કરી લીધા છે, તે સમયે તેની એક નવી તસવીર સામે આવી છે. આવનારી ફિલ્મમાં કરીના એક પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. એક વાત તો ફાઈનલ છે કે તેની સ્ટાઈલને કોઈ માત નહીં આપી શકે. અહીં પણ તે એક સ્ટાઈલિશ પોલીસ બનેલી જોવા મળે છે.

ફોટામાં કરીનાએ સ્કિન કલરના ટોપ સાથે બ્લૂ કલરનું જિન્સ પહેરે છે. સાથે તેણે બ્લેક બૂટસ કેરી કર્યા છે. તે ગ્રીન કલરના શર્ટમાં પણ જોવા મળી છે. કરીનાના આ ફોટા જોઈને તેના ફેન્સને લઈ આ ફિલ્મ માટે ઉત્સાહ વધી રહ્યો છે. કરીનાની ડિઝાઈનર પૂજા દમાનિયાએ ફોટા શેર કર્યા અને લખ્યું કે, ‘અંગ્રેજી મીડિયમનો પહેલો દિવસ, 19 વર્ષ, કરીના કપૂર ખાન.’ અંગ્રેજી મીડિયમ 2017ની સુપરહિટ ફિલ્મ હિન્દી મીડિયની સીક્વલ છે.

તેના હોમી અદજાનિયા ડાયરેક્ટ કરી રહ્યો છે. ફિલ્મમાં ઈરફાન ખાન સાથે રાધિકા આપ્ટે પણ જોવા મળશે. બંને ફિલ્મનો ઘણો ભાગ શૂટ કરી રહી છે. આ પહેલા કરીનાએ તેના રોલની વાત કરતાં કહ્યું કે, ભલે નાનો રોલ છે, પરંતુ બહુ ઈન્ટરસ્ટિંગ છે.

હું હંમેશાં મારા કમ્ફર્ટ ઝોનમાં કામ કરવાનું પસંદ કરું છું. હોમી અદજાનિયા, ઈરફાન ખાન અને દિપક ડોબરિયાલ સાથે કામ કરવાનો અલગ અનુભવ હશે. કેન્સરની ટ્રીટમેન્ટ કર્યા બાદ ઈરફાન ખાનની પહેલી ફિલ્મ છે.

Read Also

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!