તૈમૂરની નૅનીની સેલરી મંત્રાલયના અધિકારીઓ કરતાં પણ વધુ છે!, કરીનાનું રિએક્શન હતું જોવા જેવું

કરીના કપૂર અને સૈફ અલી ખાનનો લાડલો તૈમૂર આલી ખાન પોતાના પેરેન્ટ્સ કરતાં પણ વધુ પોપ્યુલર થઇ ગયો છે. તૈમૂરની સાથે-સાથે તેની નેની પણ ઘણી ફેમસ થઇ ગઇ છે, જે દરેક સમયે તેની સાથે નજરે આવે છે. તાજેતરમાં જ એવા અહેવાલ મળ્યાં હતાં કે તૈમૂરની સારસંભાળ લેવા માટે નેની થોડીઘણી નહી પૂરા 1.5 લાખ રૂપિયાની સેલરી લે છે. તાજેતરમાં જ જ્યારે કરીનાને આ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેણીએ એકદમ હટકે જવાબ આપ્યો.

તાજેતરમાં જ કરીના કપૂર બોલિવુડ સ્ટાર અરબાઝ ખાનના શોમાં પહોંચી હતી. આ શોમાં જ્યારે અરબાઝે કરીનાને પૂછ્યુ કે, તૈમૂરના આયાને કેટલાક મંત્રાલયના અધિકારીઓ કરતા પણ વધારે સેલેરી મળે છે? તો સવાલ પર કરીનાને આશ્ચર્ય થયુ હતુ. આ વિશે તેણે કહ્યુ કે, ખરેખર? તેમને કેવી રીતે ખબર પડી? આની પર તો મંત્રાલયે વિચારવુ જોઇએ.

કરીનાએ કહ્યુ કે, ”તેની કોઇ જ કિંમત નથી. જ્યારે તમારું બાળક ખુશ અને સુરક્ષિત હોય તેની કોઇ જ કિંમત નથી.” કરીનાએ પૂછ્યુ કે, ”તેનાથી શું ફરક પડે છે જો હુ આયાને માત્ર હજાર રૂપિયા આપુ? ફરક એ વાતનો પડે છે કે બાળક સુરક્ષિત રહેવુ જોઇએ. ”

જણાવી દઇએ કે તૈમૂરનું ધ્યાન રાખનારી નેનીનું નામ સાવિત્રી છે. ખબરોની માનીએ તો જો નેનીએ કેટલાંક કારણોસર એક્સ્ટ્રા વર્ક કરવું પડે તો તેની સેલરી વધીને 1.75 લાખ સુધી પહોંચી જાય છે. આ સાથ જ નેનીને એક કાર પણ આપવામાં આવી છે જેથી તે તૈમૂરને તેના પ્લે સ્કૂલથી લઇને નાની બબિતા અને મિત્રોના ઘરે આરામથી લઇ જઇ શકે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter