GSTV
Home » News » તૈમૂરને લંડનમાં મૂકી 12 કલાક માટે મુંબઈ આવી કરીના, જાણો ખાસ કારણ

તૈમૂરને લંડનમાં મૂકી 12 કલાક માટે મુંબઈ આવી કરીના, જાણો ખાસ કારણ

કરીના કપૂર યુરોપમાં પરિવાર સાથે હોલિડે પર ગઈ હતી. કરિશ્મા કપૂરે, કરીના અને તૈમૂરની ઘણી હોલિડે તસવીરો શેર કરી છે. આ દરમિયાન કરીનાને યુરોપથી મુંબઈ આવું પડ્યું હતું. તેની સાથે પરિવારનું કોઈ બીજું સભ્ય આવ્યું નહોતું.

રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે કરીનાની મુંબઈ વિઝિટ થોડા ટાઈમ માટે અને ખાસ છે. રિપોર્ટમાં એ પણ જાણવા મળ્યું છે કે 12 કલાક માટે મુંબઈ આવી છે. તેની સાથે સૈફ અલી ખાન અને તૈમૂર પાછા નથી આવ્યા. કરીના મુંબઈ તેના રિયાલિટી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સ માટે પાછી આવી છે.

કરીના પ્રોફેશનલ કમિટમેન્ટ પૂરું કરવામાં પરફેક્ટ છે. તેવામાં તેના વેકેશનના ટાઈમ પર કરીનાને શૂટ માટે પાછું આવવું પડ્યું તો તે યુરોપથી 12 કલાક માટે જ પાછી આવી. ગુરુવારના દિવસે કરીના કપૂરનું મુંબઈ આવવાનું નક્કી હતું. તે મુંબઈ એરપોર્ટ પર સ્પોર્ટ થઈ હતી. પોતાનું શૂટિંગ પૂરું કર્યા પછી તે ગુરુવારે રાતની ફલાઈટમાં પાછી લંડન જતી રહેશે.

View this post on Instagram

A Happy Queen! #KareenaKapoorKhan ??

A post shared by Kareena★Fan★4Ever (@kareenafan4ever) on

લંડનમાં સૈફ અને તૈમૂર હાજર છે. કરીના ફેમિલી ટાઈમમાંથી સમય કાઢીને મુંબઈ પાછી આવી હતી. કરીના પહેલી વાર ટીવીની દુનિયામાં આવી રહી છે. કરીના ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં જજ તરીકે જોવા મળશે. કરીનાની ટીવી એન્ટ્રીની સાથે નવો રેકોર્ડ પણ બની ગયો. કહેવાય છે કે કરીના સૌથી વધુ ફીઝ લેનારી પહેલી ટીવી સ્ટાર બની છે.

Read Also

Related posts

‘રોકી શકો તો રોકી લો, સલમાન ખાનના ઘરમાં 2 કલાકમાં બોમ્બ ફાટશે’ કિશોરની ધમકીથી મુંબઇ પોલીસ દોડતી થઇ

Bansari

વડોદરાથી અમદાવાદ થઈ દિલ્હી જવા માટે મુસાફરો માટે બદલાયું સ્ટેશન, દરરોજ 26 ટ્રેનો હવે અહીંથી

Nilesh Jethva

ભૂલથી પણ અહીં ક્લિક કરી આ ફિલ્મનું ટ્રેલર ન જોતા, ભારતની અત્યાર સુધીની સૌથી ડરાવની ફિલ્મ છે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!