GSTV
Bollywood Entertainment Trending

સેફ અલી ખાને હાથ પર કરાવ્યું ટેટુ, કરીના કપૂર ખાન સાથેનો ફોટા થયો વાયરલ

કરિના કપૂર ખાન અને સેફ અલી ખાન અત્યારે લંડનમાં છે. અહીં તે કામની સાથે હોલિડેની પણ મજા માણી રહ્યા છે. કરીના અને સેફના ફોટા સામે આવ્યા છે. ફોટામાં બંને મેડ ફોર ઈચ અધર લાગી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર આ ફોટા ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. તે બંનેના આ ફોટામાં સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હોય તો તે વસ્તુ છે સેફ અલી ખાનના ટેટુએ. સેફે તેના હાથ પર ટેટુ કરાવ્યું છે. ફોટામાં તેને કરાવેલું ટેટુ ચોખ્ખું જોવા મળી રહ્યું છે. તેનું આ ટેટુ થોડું અલગ છે, પરંતુ સેફની પર્સનાલિટીને એકદમ સૂટ થાય છે.

તેના આ ટેટુને સોશિયલ મીડિયા પર પસંદ કરી રહ્યા છે. ફોટામાં સેફ કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો છે. ત્યારે કરીના ખાન બ્લેક આઉટફિટમાં મેકઅપ વગર જોવા મળી હતી. આ ફોટામાં કપલ શાનદાર લાગી રહ્યું છે. કરીના અને સેફ અલી ખાન સ્પેશિયલ બોન્ડિંગ શેર કરે છે.

બંનેની કેમેસ્ટ્રી જબરદસ્ત છે. બંને બોલિવૂડના સ્ટાઈલિશ કપલમાંથી એક છે. આ કપલના લગ્ન 2012માં થયા હતા. કામની વાત કરીએ તો સેફ અલી ખાન નેટફિલિક્સની વેબસીરિઝ સેક્રેડ ગેમ્સ 2માં જોવા મળશે. વેબ સીરિઝનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.

આ વેબસીરિઝની બીજી સીઝન 15 ઓગસ્ટના દિવસે લોન્ચ થશે. એ ઉપરાંત સેફ નવદિપ સિંહની ફિલ્મ લાલ કપ્તાન માટે ચર્ચામાં છે. આ ફિલ્મ 6 ડિસેમ્બરે રિલીઝ થશે. સેફ, સુશાંતસિંહ રાજપૂત, અને સંજના સંધીની ફિલ્મ દિલ બેચારામાં કેમિયોમાં પણ જોવા મળશે. અત્યારે સેફ લંડનમાં ફિલ્મ જવાની જાનેમનની શૂટિંગ કરી રહ્યો છે.

Read Also

Related posts

જાણો, આ સ્થળે પરણીત મહિલાઓ જ બની શકે છે વેપારી, 200 વર્ષથી ધમધમે છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ

GSTV Web Desk

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી : રાજસ્થાનમાં ગૂંચવણ વચ્ચે કોંગ્રેસને રાહત, શશિ થરૂરે ઉમેદવારીમાં રસ દાખવ્યો, કહી આ વાત

Hemal Vegda
GSTV