બોલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન હાલ પોતાના પતિ સૈફ અલી ખાન અને દિકરા તૈમૂર સાથે માલદિવમાં એન્જોય કરી રહી છે. તેની સાથે સોહા અલી ખાન અને તેનો પતિ કુણાલ ખેમુ તથા દિકરી ઇનાયા પણ છે. તાજેતરમાં જ કેટલીક તસવીરો સામે આવી છે જેમાં કરીના ફેમીલી સાથે પૂલમાં બિકની અવતારમાં પોઝ આપી રહી છે.

આ દરમિયાન સોહા અને કરીના બિકીનીમાં ખૂબ જ હૉટ લાગી રહી છે. તેવામાં બીજી તસવીરમાં કરીના સૈફ સાથે હૉટ અંદાજમાં જોવા મળી રહી છે. આ તસવીરો સોહા અલી ખાને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
ઉલ્લેખનીય છે કે આ સ્ટાર્સ ગઇ કાલે જ માલદિવ રવાના થયા હતાં. ગઇ કાલે પણ કેટલીક તસવીરો સામે આવી હતી. કરીના અને સૈફની એક સુંદર તસવીર સામે આવી હતી જેમાં આ કપલ શીપમાં બેઠેલું જોવા મળ્યું હતું.
કરીના કપૂર ખાન હાલમાં પતિ સૈફ અલી ખાન અને પુત્ર તૈમુર અલી ખાન સાથે હોલીડેએન્જોય કરવા માટે માલદીવ જવા રવાના થઇ તે સમયે તે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઇ હતી .
તસ્વીરમાં કરીના સફેદ કલરના જેકેટ ડ્રેસમાં સુંદર લાગી રહી છે તો બીજી તરફ સૈફ અને તૈમૂર પણ ખૂબ જ ખુશ લાગી રહ્યાં છે.