ફેશન શોમાં જોવા મળ્યો કરીના કપૂરનો ગ્લેમરસ અવતાર, જુઓ PHOTOS

બૉલીવુડની હૉટ એન્ડ ફિટ મૉમ કરીન કપૂર ખાને લેક્મે ફેશન વીકમાં પોતાના કામણનો જાદુ પાથર્યો. સોશિયલ મીડિયામાં કરીનાની તાજેતરની તસ્વીરો વાયરલ થઈ રહી છે. જેમાં તેમનો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો.
જ્યારે બોલ્ડ ફેશન સ્ટેટમેન્ટની વાત આવે તો બૉલીવુડ દિવા કરીના કપૂર ખાન હંમેશા યાદીમાં ઉપર હોય છે. આ વખતે પણ કરીનાએ ફેશન મામલે દરેકને ટક્કર આપી છે.
લેક્મે ફેશન વીક દરમ્યાન કરીના કપૂરે ડિઝાઈનર શાંતનુ અને નિખિલ માટે રેમ્પ વોક કરી. કરીનાએ પોતાના સ્ટાઈલિશ લુકથી ઉપસ્થિત સૌ કોઈનું દિલ જીતી લીધુ હતું.
લેક્મે ફેશન વીક દરમ્યાન કરીના સિવાય બૉલીવુડના ઘણી હસ્તિઓએ વૉક કરી હતી.
સુંદર લુક મેળવવા માટે તેમણે પોતાના લાંબા વાળને બાંધીને બોલ્ડ મેકઅપ કર્યો હતો. જેનાથી તેઓ વધુ સુંદર દેખાતા હતાં.
કરીના આ બ્લેક કલરના ઑફ શોલ્ડર કૉર્સેટ ગાઉનમાં ખૂબ ગ્લેમરસ જોવા મળી રહી હતી. બેબોના આ હૉટ લુકને જોઇને તેના લાખો પ્રશંસકો કરીના પર ફિદા થયા છે.