GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

Video: ‘હલકટ જવાની’ પર કરીનાના સેક્સી મૂવ્સ, જોતા રહી જશો લાગે છે એટલી હૉટ

Video

લૉકડાઉનના કારણે કોઇ બોલીવુડ સ્ટારની ફિલ્મો રીલીઝ નથી થઇ શકતી અને ન તો કોઇ ફિલ્મનું શુટિંગ થઇ શક્યું છે. તમામ બોલીવુડ સેલેબ્સ અને તમામ ફિલ્મમેકર્સ પોતાના જ ઘરોમાં કેદ થવા મજબૂર થયા છે. સાથે જ મજબૂર છે તે ફેન્સ પણ જે આ સ્ટાર્સને ખરેખર સ્ટાર બનાવે છે. દિવાના ફેન્સ અથવા પોતાના ફેવરેટ સ્ટારની જૂની ફિલ્મો જોઇને પોતાનું મનોરંજન કરી રહ્યાં છે અથવા તો તેની જૂની તસવીરો અને જૂના Video જોઇને સમય પસાર કરવા માટે મજબૂર છે.

આ વચ્ચે કરીના કપૂર ખાનના ફેન્સ માટે ટ્રીટ તરીકે એક Video સામે આવ્યો છે. આ Video છે વર્ષ 2012માં આવેલી કરીના કપૂર ખાનની ફિલ્મ હિરોઇનના ગીતના ડાન્સની પ્રેક્ટિસનો. કરીનાના જ એક ફેને આ Videoને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે અને હવે તેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને તેને શેર પણ કરી રહ્યાં છે. Videoના કેપ્શનમાં ફેને લખ્યું-ગીતનું નામ ગેસ કરો. કરીના Videoમાં ફિલ્મના ગીત હલકટ જવાની પર કમાલના ડાન્સ મૂવ્સ કરતી નજરે આવી રહી છે.

ફિલ્મ હિરોઇન વિશે જણાવી દઇએ કે આ ફિલ્મ બોલીવુડમાં એક યુવતીના સ્ટ્રગલ અને પરેશાનીને દર્શાવે છે જેના દ્વારા તે એક સ્ટાર એક્ટ્રેસ બને છે. ફિલ્મમાં કરીના કપૂર ખાન ઉપરાંત અર્જૂન રામપાલ, રણદીપ હુડ્ડા, દિવ્યા દત્તા અને રણવીર શૌરીએ મહત્વનું પાત્ર ભજવ્યાં હતા. ફિલ્મ બોક્સ ઑફિસ પર કંઇ ખાસ કમાલ કરી શકી ન હતી પરંતુ ક્રિટિક્સે તેને વખાણી હતી, કરીના કપૂર ખાનની અપકમિંગ ફિલ્મની વાત કરીએ તો તે ટૂંક સમયમાં લાલ સિંહ ચડ્ડામાં નજરે આવશે.

આ ફિલ્મમાં આમિર ખાન લીડ રોલ પ્લે કરી રહ્યો છે. ફિલ્મનું શુટિંગ પંજાબમાં ચાલી રહ્યું હતું તે જ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અચાનક દેશભરમાં લોકડાઉનનું એલાન કરી દીધું. ફિલ્મમાં કરીના કપૂર ખાન ફિમેલ લીડ રોલ પ્લે કરતી નજરે આવશે. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો આ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની હિન્દી રિમેક હશે.

Read Also

Related posts

કોરોનાના આંકડા છુપાવવા મામલે જયંતિ રવીનો મોટો ખુલાસો, સરકારનો આ રીતે કર્યો બચાવ

Nilesh Jethva

અરબી સમુદ્રમાં આગામી 24 કલાકમાં સર્જાશે લો પ્રેશર, હવામાન વિભાગની વેઈટ એન્ડ વોચની નીતિ

Nilesh Jethva

NASA એ બનાવ્યુ ખાસ વેન્ટિલેટર, ભારતની આ 3 કંપનીઓને મળ્યુ લાઇસન્સ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!