GSTV

…તો આ કારણે શાહીદ અને કરીનાનું બ્રેકઅપ થયું હતું !

કરીના કપૂરની સૌથી લોકપ્રિય ફિલ્મોમાંની એક ‘જબ વી મેટ’ કે જેને અભિનેત્રીની પર્સનલ અને પ્રોફેસનલ જિંદગીને સમગ્ર રીતે બદલી નાખી હતી. ઈમ્તિયાઝ અલીની જબ વી મેટ જ્યારે રિલીઝ થઈ ત્યારે એક સમયે ફેવરેટ કપલ રહેલા શાહીદ અને કરીનાનો સંબંધ તૂટ ચૂક્યો હતો. જો કે, આ બંનેએ પોતાના તૂટેલા સંબંધોને લઈ ક્યારેય ખુલ્લીને વાત કરી નથી. પણ હવે આ વાત બહાર આ ચુકી છે કે, શા માટે બંને વચ્ચેના સંબંધોમાં ખટરાગ ઉભો થયો હતો.

કરીના કપૂરે હાલમાં ફિલ્મ ક્રિટિક અનુપમા ચોપડાને આપેલા ઈંટરવ્યૂમાં ફિલ્મને લગતી અજાણી વાતો પર પડદો હટાવ્યો છે. અભિનેત્રીએ ખુલાસો કર્યો છે કે, શાહીદે જ તેને આ ફિલ્મ કરવા જણાવ્યું હતું. શાહીદને જ તેને આ ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચવા કહ્યું હતું. આ ફિલ્મ ગજબની છે, જેમાં છોકરીનું પાત્ર ખૂબ સરસ છે, તારે આ ફિલ્મ કરવી જોઈએ. જો કે, તેણે બાદમાં આ સમગ્ર પ્રોજેક્ટ પોતાના હાથમાં લઈ લીધો અને અમે આ સંબંધ ખતમ અહીંથી પુરો કરી નાખ્યો.

પોતાના બ્રેકઅપ પર વાત કરતા કરીનાએ જણાવ્યું કે, આ બધુ નસીબનો ખેલ છે, અને જિંદગી તો પોતાની રીતે ચાલતી જ રહે છે. આ ફિલ્મ અને ટશન દરમિયાન તો ઘણુ બધુ થયું અને અમારી જિંદગીમાં પણ…તેથી અમે અમારા રસ્તાઓ અલગ કરી નાખ્યા. બાદમાં આ ફિલ્મ શાનદાર રહી. કરીનાએ જણાવ્યું કે, ટશન ફિલ્મ કરતી વખતે કઈ રીતે સૈફની નજીક આવી તેની સમગ્ર જીંદગી બદલાઈ ગઈ. જ્યારે હું વિચારી છું ત્યારે લાગે છે કે, ટશન દરમિયાન મારુ કરિયર અને મારી જિંદગી બંને બદલાઈ ગયું. જો કે, જબ વી મેટે મારુ કરિયર બદલ્યું અને ટશને મારી જિંદગી. કારણ કે, હું મારા ડ્રિમમેનને મળી અને લગ્ન કરી લીધા. બાદમાં શાહીદ પણ પોતાના રસ્તે આગળ નિકળ્યો અને અમારો સંબંધ પણ.

READ ALSO

Related posts

કોરોના વાયરસ : પીએમ મોદી આ તારીખે રાજકીય દળોના નેતાઓ સાથે સંવાદ કરશે

Nilesh Jethva

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi

પૂરા 24 કલાક માટે આ જગ્યાએ બંધ રહેશે PUBG Mobile ગેમ, જાણો કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!