GSTV
Bollywood Entertainment Trending

બે મહિલા ફેન્સે એવી હરકત કરી નાખી કે કરીનાને આવી ગયો ગુસ્સો, સોશિયલ મીડિયા પર Video Viral

Viral Video

કરીના કપૂર (Kareena Kapoor) ખાન એક વિવાદનો ભોગ બની છે. અભિનેત્રીનો એક વીડિયો વાયરલ (Video Viral) સોશિયલ મીડિયા પર થયો છે. જેના કારણે તે ટ્રોલ થઇ છે. એક તસ્વીરકારે ઇન્સ્ટાગ્રામ (Instagram) ના પોતાના અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં કરીના પોતાની ફેન પર ભડકતી જોવા મળે છે. વાત એમ બની છે કે, હોળી (Holi) ના દિવસે કરીના કપૂર ખાન પુત્ર તૈમૂર અને નેની સાથે પોતાના એપાર્ટમેન્ટ તરફ જઇ રહી હતી. તેવામાં બે યુવાન મહિલાઓ તેની પાછળ પાછળ બિલ્ડિંગના દરવાજા  સુધી જઇને તેની સાથે તસ્વીર પડાવાની કોશિષ કરી હતી. વીડિયોમાં કરીના આ બે યુવતીઓ પર ગુસ્સો કરી રહેલી દેખાઇ છે. 

ચાહકોએ આપ્યા આવા રિએક્શન

કરીનાના એક ચાહકે લખ્યું હતું કે, તેના ચાહકો પ્રત્યેની  તેની આ ગેરવર્તણૂક છે. સેલિબ્રિટીઓના ચાહકો ઘણી વખત તેમને મૂંઝવણમાં મુકી દેતા હોય છે. પરંતુ સેલિબ્રિટિઓએ પણ સમજવું જોઇએ કે ચાહકોના કારણે જ તેઓ આજે સફળ સ્ટાર છે. તેમના ચહેરા પરનું હળવું સ્મિત ચાહકોના ચહેરા પર સ્મિત અને સતોષ લાવી શકે છે. કરીના બોલીવૂડની ‘એરોગન્ટ’ અભિનેત્રી કહેવાય છે તેમાં કોઇ શક નથી. ” આવા કલાકારોને મહત્વ જ ન આપવું જોઇએ અને તેમની સાથે તસ્વીર લેવાનો આગ્રહ પણ ન રાખવો” એવી ટિપ્પણી અન્ય એક ચાહકે કરી હતી.

” પોતાના ચાહક સાથે તેણે ઘણું બેજવાબદાર વર્તન કર્યું છે. તેણે રણવીર સિંહ અને પોતાના પિતરાઇ રણબીર કપૂર  પાસેથી  ચાહકો સાથે કેવી વર્તણૂક કરવી તેના પાઠ લેવા જોઇએ. દરેકે તેના ફિલ્મનો બોયકોટ કરવો જોઇએ” એવું ઊર્ગતાથી એક ચાહકે પોસ્ટ કરી છે. જોકે અમુક ચાહકોએ કરીનાનો વાંક ન કાઢતા બે યુવતીઓની ભૂલ કાઢી છે. તેમજ સેલિબ્રિટિઓને પ્રાઇવસી આપવાની વાત કરી છે.

Read Also

Related posts

સંશોધનમાં દાવો: અપરિણીત લોકોની હાર્ટ એટેકથી મૃત્યુ થવાની શક્યતા વધુ , તેઓ રોગનો સામનો કરવામાં ઓછા સક્ષમ હોય છે

Zainul Ansari

હરિયાણાના ક્રિકેટરે ઋષભ પંત સાથે 1.5 કરોડથી વધુની છેતરપિંડી કરી, બ્રાન્ડેડ ઘડિયાળ આપવાના નામે પડાવ્યા લાખો રૂપિયા

Zainul Ansari

ઈન્ડિયા ઈન્ડસ્ટ્રી 4.0ની તૈયારી શરૂ, અમદાવાદમાં સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ કોમ્પિટન્સી સેન્ટર શરૂ

Zainul Ansari
GSTV