GSTV
Kutch Trending ગુજરાત

સરાહનીય કાર્ય: ભૂજની 18 વર્ષિય કરાટે ગર્લ 200થી વધારે દિકરીઓને આપી રહી છે કરાટેની ફ્રીમાં તાલીમ

ભૂજની 18 વર્ષની કરાટે ગર્લ ડોલર 200થી વધુ દીકરીઓને સ્વરક્ષણ માટે કરાટેની તાલીમ ફ્રીમાં આપી ચુકી છે. ડોલર પટેલ પોતે કરાટેમાં બ્લેક બેલ્ટ હાંસિલ કરી આંતરરાષ્ટ્રીય કરાટે ટુર્નામેન્ટમાં ગુજરાતનું નામ રોશન કરી ચૂકી છે. તો આ ઉપરાંત ડોલર પટેલ બે વાર આંતરરાષ્ટ્રીય કરાટે ચેમ્પિયન રહી ચૂકી છે.

ડોલરના પિતા વિનોદ પટેલ પોતે છેલ્લા 20 વર્ષથી કરાટેની ટ્રેનિંગ આપી રહ્યા છે. પિતાને જોઈને પુત્રીએ પણ આગળ આવાની પ્રેરણા મેળવી. વિનોદભાઈ એ જણાવ્યું કે તેમના પાસે બ્લેક બેલ્ટ 25થી30 છોકરા છોકરી હાલ ટ્રેનિંગ લઇ રહ્યા છે. અને તેઓ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે કરાટે રમવા તૈયાર થઇ રહ્યા છે.

ડોલર ત્રણ વાર આંતરરાષ્ટ્રીય કરાટે ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે, દર વર્ષે આખા ભારતમાંથી 15થી 20 લોકોની પસંદગી થયા છે. પણ રમવા માત્ર 4-5 લોકો જાય છે, કેમકે આંતરરાષ્ટ્રીય રમવાનો ખર્ચ દોઢ લાખ રૂપિયા જેટલો થતો હોય તો એટલે જઇ નથી શકતા.

READ ALSO

Related posts

મહેસાણા અર્બુદા ભવન ખાતે કોંગ્રેસ અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવી સાક્ષી હુંકાર મહાસભા

GSTV Web Desk

Video/ સ્કૂટીને હલાવી સ્ટાઇલ મારી રહ્યો હતો વ્યક્તિ, 10 સેકન્ડ પછી જ છોલાઈ ગયા ઘૂંટણ

Hemal Vegda

પાટીલનો કેજરીવાલને પડકાર/ પધારો અને અમારી સ્કૂલો જુઓ, 21 હજાર બાળકોએ ખાનગીમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો

GSTV Web Desk
GSTV