GSTV

કર્ણાટકની ચૂંટણીનો ભૂતકાળ : વેર વિખેર થયેલી કૉંગ્રેસે જીત મેળવ્યાના દાખલા

Last Updated on May 9, 2018 by Mayur

કોંગ્રેસ જીત

1989માં એક તરફ દેશના રાજકીય માહોલમાં પરિવર્તનનો પવન ફૂંકાયો હતો. રાષ્ટ્રીય રાજકારણમાં કોંગ્રેસના વળતાપાણી છતાં 1989માં કર્ણાટક ખાતે પાર્ટીને મોટી જીત પ્રાપ્ત કરવામાં સફળતા મળી હતી.

1989માં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 178 બેઠકો અને 43.8 ટકા વોટ, જનતાદળને 24 બેઠકો અને 27.1 ટકા વોટ, ભાજપને ચાર બેઠકો અને 4.1 ટકા વોટ મળ્યા હતા. જ્યારે 1989માં જેએનપીને બે બેઠકો અને 11.3 ટકા વોટ મળ્યા હતા. અપક્ષને બાર બેઠકો અને 8.1 ટકા વોટ મળ્યા હતા. તો અન્ય પક્ષોને 1989માં ચાર બેઠકો અને 5.6 ટકા વોટ મળ્યા હતા.

જનતાદળ જીત

1994માં કર્ણાટક ખાતે જનતાદળને સરકાર બનાવવામાં સફળતા મળી હતી. તો કોંગ્રેસ વિરુદ્ધના રાજકીય વાતાવરણ અને ગઠબંધનના યુગમાં ભાજપને કર્ણાટકમાં બીજા સ્થાને રહેવામાં સફળતા મળી હતી. 1994માં કર્ણાટક ખાતે કોંગ્રેસ છે ક ત્રીજા ક્રમાંક પર ફેંકાઈ હતી.

1994માં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં જનતાદળને 115 બેઠકો અને 33.5 ટકા વોટ, ભાજપને 40 બેઠકો અને 17 ટકા વોટ, કોંગ્રેસને 34 બેઠકો અને 27 ટકા વોટ મળ્યા હતા. કેસીપી નામની પ્રાદેશિક પાર્ટીને 10 બેઠકો અને 7.3 ટકા વોટ, અપક્ષને 18 બેઠકો અને 9.7 ટકા વોટ મળ્યા હતા. તો 1994માં અન્ય પક્ષોને કર્ણાટક વિધાનસભાની બેઠકમાં સાત બેઠકો અને 5.5 ટકા વોટ મળ્યા હતા.

કૉગ્રેસ જીત

1999માં લોકસભાની ચૂંટણીમાં એનડીએને સફળતા મળી અને તેનો લાભ કર્ણાટક ખાતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળ્યો હતો. 1999માં કર્ણાટકમાં કોંગ્રેસની જ જીત રહી. પણ વેરવિખેર થયેલા જનતાદળનો ફાયદો ભાજપને કર્ણાટકની ચૂંટણીમાં મળ્યો. 1999માં ભાજપ કર્ણાટક ખાતે બીજા સ્થાન પર રહ્યું હતું.

કર્ણાટક વિધાનસભાની 1999ની ચૂંટણીમાં કોંગ્રેસને 132 બેઠકો અને 40.8 ટકા વોટ મળ્યા હતા. તો ભાજપને 44 બેઠકો અને 20.7 ટકા વોટ, જેડીયુને 18 બેઠકો અને 13.5 ટકા વોટ, જેડીએસને 10 બેઠકો અને 10.4 ટકા વોટ મળ્યા હતા. 1999ની ચૂંટણીમાં કર્ણાટક ખાતે અપક્ષને 19 બેઠકો અને 12 ટકા વોટ, અન્યને એક બેઠક અને 2.6 ટકા વોટ મળ્યા હતા.

1999માં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં યુપીએને 132 બેઠકો અને 40.4 ટકા વોટ, એનડીએને 58 બેઠકો અને 31.9 ટકા વોટ મળ્યા હતા. જ્યારે 1999માં ત્રીજા મોરચાને કર્ણાટકમાં 10 બેઠકો અને 10.4 ટકા વોટ મળ્યા હતા.

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!