GSTV
Home » News » કર્ણાટકમાં કોંગ્રેસને ઝટકો, સિદ્ધારમૈયાએ સોનિયા ગાંધીને મોકલ્યુ રાજીનામુ

કર્ણાટકમાં કોંગ્રેસને ઝટકો, સિદ્ધારમૈયાએ સોનિયા ગાંધીને મોકલ્યુ રાજીનામુ

કર્ણાટક વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યુ છે અને આ સાથે જ યેદિયુરપ્પા સરકારને બહુમતી મળી ગઈ છે. કોંગ્રેસના ખરાબ પ્રદર્શનને પગલે પ્રદેશ અધ્યક્ષ દિનેશ ગુંડૂ રાવ અને વિપક્ષ નેતા સિદ્ધાર મૈયાએ રાજીનામુ આપી દીધું છે. બંને નેતાઓએ કેસી વેણુગોપાલ સાથે વાત કરી છે.

કર્ણાટક વિધાનસભામાં ભાજપના હવે 117 ધારાસભ્યો થઈ ગયા

ભાજપે વિપક્ષના સૂપડાં સાફ કરતા 15માંથી 12 બેઠક કબજે કરી છે. આ જીતની સાથે જ ભાજપ વિધાનસભામાં બહુમતીના આંકડાને પાર કરી ગઈ છે. 222 બેઠક વાળી કર્ણાટક વિધાનસભામાં ભાજપના હવે 117 ધારાસભ્યો થઈ ગયા છે. તો કોંગ્રેસ પાસે 68 અને જેડીએસના 34 ધારાસભ્યો છે. તો કર્ણાટક વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી ચાલતી હતી ત્યારે જ કોંગ્રેસે હાર સ્વીકારી લીધી હતી.

અમે હાર સ્વીકારી લીધી

કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારે કહ્યું કે મતદાતાઓના જનાદેશ સાથે સહમત થવું પડશે. લોકોએ પક્ષપલટો કરનારાઓને સ્વીકારી લીધા છે. અમે હાર સ્વીકારી લીધી છે પરંતુ તેનાથી નિરાશ થવાની કોઈ જરૂર નથી. કર્ણાટક વિધાનસભામાં બહુમતી માટે 113નો આંકડો જરૂરી છે. એક વર્ષ પહેલાં કોંગ્રેસ અને જેડીએસના 17 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા બાદ આ બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ હતી. જો કે બે બેઠકોપ પર કોર્ટમાં અરજી થતાં અહીંયા પેટાચૂંટણી પર રોક લાગી ગઇ હતી.

હવે યેદીયુરપ્પા સરકારને બહુમત મળી ગયો

આ કુલ 15 બેઠકોમાંથી 12 બેઠક કોંગ્રેસ પાસે અને ત્રણ બેઠક જેડીએસની પાસે હતી. અહીં હવે યેદીયુરપ્પા સરકારને બહુમત મળી ગયો છે. કોંગ્રેસ અને જેડીએસને પાર્ટી પર ભરોસો હતો પણ ઉમેદવારોએ પોતાનું બળ દેખાડ્યું છે. 12માંથી 11 ધારાસભ્યોને કેબિનેટમંત્રી બનાવવાની યેદીયુરપ્પા ઓફર કરી ચૂક્યા છે.

Related posts

શાહીન બાગ પર નિર્ણય હવે સોમવારે પણ થશે નહીં, આ છે કારણો

Mayur

ટ્રમ્પ અને મેલેનિયા રેટિયો કાંતવામાં મૂઝાતાં જાણો કોણે કરી મદદ, કોણ છે આ મહિલા ?

Mayur

વડાપ્રધાન મોદી મારા સાચા મિત્ર છે, અમે આતંકવાદ પર એક્શન લેવા પાકિસ્તાનને મજબૂર કર્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!