બોલિવુડના બેસ્ટ ફ્રેન્ડ્સ સેલિબ્રેટી કપલમાંથી એક રહેલા કાજોલ અને કરણ જોહર ગત વર્ષે પોતાની 2 દાયકા જૂની ફ્રેન્ડશિપને તોડી દીધી હતી. પરંતુ હવે આ કપલના ફ્રેન્સ માટે સારા સમાચાર છે કે એક વર્ષ લાંબા ચાલેલા કોલ્ડ વૉર બાદ કરણ જોહર અને કાજોલે પેચ અપ કરી લીધું છે.
સૂત્રોનુસાર, 5મી ઓગસ્ટના રોજ કાજોલે તેના ફેમિલી અને ફ્રેન્ડ્સ માટે એક પાર્ટીનું આયોજન કર્યુ હતુ. તેણે આ માટે કરણને જોહરને ઇન્વિટેશન મોકલ્યુ હતુ અને કરણે ઇન્વિટેશન એક્સેપ્ટ કરીને પાર્ટીમાં પણ ગયો હતો. આ પાર્ટીમાં બંને એકબીજાને મળ્યા, થોડા કલાકો તેમને વાતો કરી હતી.
રણ જોહરે રક્ષાબંધનના દિવસે તેના ટ્વીન્સ બાળકો યશ અને રૂહીનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર મૂક્યો હતો. કાજોલે આ પોસ્ટ લાઈક કરી હતી અને ત્યાર પછી કરણે કાજોલની પ્રોફાઈલને ફૉલો કરવાનું શરૂ કર્યું હતું. કરણ અને કાજોલની સ્ટોરીમાં સોશ્યલ મીડિયાએ અગત્યનો ભાગ ભજવ્યો હતો.
તમને જણાવી દઇએ કે, આ બંનેના રિલેશનશિપમાં ગત વર્ષે ખટાશ આવી ગઇ હતી, જ્યારે કરણ જોહરની ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ અને કાજોલના પતિ અજય દેવગનની ફિલ્મ ‘શિવાય’ ક્લેશ થઇ હતી. કાજોલે તેના પતિનો સાથ આપતા કરણ સાથે પોતાની 2 દાયકા જૂની ફ્રેન્ડશિપ તોડી નાખી હતી.