GSTV
Entertainment Television Trending

આ એક્ટરે કરીના વિશે કહી હતી એવી વાત કે ખાવો પડ્યો હતો થપ્પડ, મલાઈકાને કહ્યુ હતુ ‘બહેન જી’

ટીવી એક્ટર કરણ વાહીનો આજે જન્મદિવસ છે. તેનો જન્મ 1986ની નવમી જૂને થયો હતો. કરણે હેટ સ્ટોરી અને દાવત-એ-ઇશ્કમાં કામ કર્યું છે. તે ટીવી પર જાણીતો હોસ્ટ છે પરંતુ તેન કરતાં વધુ તો તેને ગમે તેવા બફાટ કરવા માટે યાદ રખાય છે. ઘણી વાર તેણે એવો બફાટ કરવો પડ્યો છે કે એક વાર તો તેને લાફો પણ ખાવો  પડ્યો હતો.

એક વાર ડાન્સ ઇન્ડિયા ડાન્સ કાર્યક્રમ વખતે સિદ્ધાર્થ અને પરિણીતીએ તેને સેટ પર બાંધી દીધો હતો અને કહ્યું હતું કે આના લગ્ન કરાવી નાખવા પડશે. આ વાત પર કરણે કહ્યું હતું કે એક છોકરી છે પરંતુ તેનો પતિ માનતો નથી. સિદ્ધાર્થે કહ્યું કે તેનું નામ શું છે અમે તેને લઈ આવીશું  તો કરણે નામ આપ્યું હતું સૈફ અલી ખાન. આ સાંભળીને બધા ચોંકી ગયા હતા અને પ્રેક્ષકો પણ ગેલમાં આવી ગયા હતા. આ સાંભળ્યા બાદ સિદ્ધાર્થે મજાકમાં હસતા હસતા કરણને લાફો મારી દીધો હતો.

આખરે મલાઇકા  અરોરાને કોઈ બહેનજી કેવી રીતે કહી શકે?  હકીકતમાં એક શોમાં કરણ મલાઇકાને કહે છે કે તે તેને કાંઇક આપવા માગે છે. આ માટે કરણ મલાઇકાની મંજૂરી માગે છે કે શું તે નજીક આવીને કાંઇક આપી શકે છે તો મલાઇકાએ હા પાડી દીધી. કરણ તેની નજીક આવ્યો અને પોતાનો હાથ મલાઇકાના હાથમાં આપીને કહે ના નહીં પાડતા બહેનજી. એક ક્ષણ માટે તો મલાઇકા પણ ચોંકી ગઈ હતી કે આ શું ચાલી રહ્યું છે અને તેને કેવી રીતે જવાબ આપવો, તે આશ્ચર્ય સાથે કરણ સામે જ જોઈ રહી હતી.કરણ વાહી આ અગાઉ દિલ મીલ ગયે, બાત હમારી પક્કી, કુછ તો લોગ કહેંગે, નચ બલિયે અને ડાન્સ ઇન્ડિયા જેવા સુપરહિટ ટીવી શોમાં કામ કરી ચૂક્યો છે.

READ ALSO

Related posts

રીક્ષાવાળા ભાઈએ વાપરી સરસ યુક્તિ, ઓટોમાં લગાવી દીધું કુલર

Siddhi Sheth

નવી એરલાઇન ફ્લાય 91નો ફર્સ્ટ લુક જાહેર, શિયાળામાં પ્રથમ ફ્લાઈટ ઉડશે

Vushank Shukla

બીએસઇ ડેરિવેટિવ્ઝના ટર્નઓવરમાં ઉછાળો

Vushank Shukla
GSTV