ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં ‘નૌતિક’નું પાત્ર ભજવીને ઘર-ઘર ફેમસ બનેલો કરણ મહેરા તાજેતરમાં પત્ની નિશા રાવલ અને તેના લગ્ન જીવન સંબંધી વિવાદોને કારણે ચર્ચામાં આવ્યો છે. હવે ફરી એકવાર કરણ મહેરાએ પત્નીથી અલગ થયા બાદ તેના પર ગંભીર આરોપ લગાવ્યા છે. આ વખતે કરણ મહેરાએ પોતાની પત્નીના બીજાની સાથેના આડા સંબંધો વિશે ચોંકાવનારી વાતો કહી છે.

હાલમાં જ કરણે રડતાં રડતાં કહ્યું હતું કે નિશા તેને તેના પુત્રને મળવા દેતી નથી અને તે તેના જ ઘરમાં એક પર-પુરુષ સાથે રહે છે. હવે કરણે આ પર-પુરુષનું નામ ખુલ્લું પાડ્યું છે, જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. કરણ મહેરાએ મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને નિશા વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.

કરણે જણાવ્યું કે તેની પત્ની નિશાને તેના રાખી ભાઈ રોહિત સાથિયા સાથે લગ્નેતર સંબંધ છે. કરણે કહ્યું કે નિશા પહેલા રોહિત સાથિયાને પોતાનો ભાઈ માનતી હતી, તેની સાથે રાખડી બાંધી હતી, પરંતુ હવે નિશા તેની સાથે ગેરકાયદેસર સંબંધો ધરાવે છે. આટલું જ નહીં નિશા અને રોહિત એના જ ઘરમાં રહે છે.

કરણે એમ પણ કહ્યું કે રોહિત, જેની સાથે નિશાનો સંબંધ છે, એણે લગ્નમાં ધર્મનો ભાઇ હોવાના નાતે નિશાનું કન્યાદાન કર્યું હતું. અભિનેતાએ કહ્યું, “મને આ બધું ગયા વર્ષે ખબર પડી, પરંતુ જો મેં તે સમયે કંઈક કહ્યું હોત, તો લોકો મારા પર વિશ્વાસ ન કરત. મને પુરાવા એકત્ર કરવામાં 14 વર્ષ લાગ્યાં. આટલા વર્ષો મેં લોકો સાથે, દોસ્તો સાથે વાત કરી, દરેક પુરાવા એકત્રિત કર્યા. કેટલીક બાબતો મિત્રો દ્વારા કહેવામાં આવી હતી, કેટલીક અન્ય કોઈ વ્યક્તિ દ્વારા અને આ બધું મારા પુત્રની સામે થયું હતું.

કરણે યાદ અપાવ્યું કે નિશાએ કંગના રનૌતના રિયાલિટી શો લોક અપમાં સ્વીકાર્યું હતું કે લગ્ન પછી પણ તેનું અફેર હતું. કરણે કહ્યું, “જો મેં કહ્યું હોત તો લોકોએ મારા પર વળતો આરોપ લગાવત અને મારી વાત માનવા તૈયાર ન થાત. હું હવે પુરાવા સાથે કહું છું કે નિશા રોહન સાથે રહે છે અને આ સંબંધને ભાઈ-બહેનના સંબંધ તરીકે બતાવે છે. કરણે આરોપ લગાવ્યો છે કે અજાણ્યા નંબરોથી તેઓ મને જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ આપી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ગત વર્ષે કરણ મહેરા અને નિશા રાવલની અંગત જિંદગી ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે બંનેએ એકબીજા પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. નિશાએ કરણ પર મારપીટના તમામ આરોપો લગાવ્યા હતા, સાથે જ અભિનેત્રીએ પણ તેના ચહેરા પર ઇજા અને માથા પરથી લોહી વહેતી ઘણી બધી તસવીરો ચાહકોને વાયરલ કરી હતી.
Read Also
- રાજકોટમાં આજથી મોજ- મસ્તીના મૂકામ જેવો પાંચ દિવસીય લોકમેળો, 15 લાખથી વધુ લોકો ઉમટી પડવાનો અંદાજ
- ખાદ્ય ચીજો પર GST જેવી બાબતો પરથી લોકોનું ધ્યાન ભટકાવવા બોયકોટની ગેમ રમવામાં આવી રહી છેઃ અનુરાગ કશ્યપ
- બ્રિટનના નવા વડાપ્રધાન ક્યારે ચૂંટાશે? મતદાનના આટલા રાઉન્ડ બાદ નામ ફાઈનલ થાય છે, આ રહી પ્રક્રિયા
- આમિર ખાને લાલ સિંહ ચઢ્ઢાની અસફળતાના કારણે લીધો આ મોટો નિર્ણય, ફિલ્મે 5 દિવસમાં માત્ર 48 કરોડની કરી કમાણી
- મેગા ઓપરેશન/ ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, રાજ્યમાંથી ઝડપાયું રૂ.2151 કરોડનું ડ્રગ્સ