GSTV
Bollywood Entertainment Trending

બોલિવુડ/ લાંબી બ્રેક બાદ કરણ જોહરની ફિલ્મ રૂપેરી પડદે રીલીઝ થવા તૈયાર, આ ફિલ્મમાં જોવા મળશે આલિયા- રણવીરની કેમેસ્ટ્રી

કરણ જોહર છ વર્ષ પછી ડિરેક્ટર તરીકે પરત ફરવા માટે તૈયાર છે. તેની છેલ્લી ડિરેક્ટ કરેલી ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ હતી, જે 2016માં આવી હતી. આ ફિલ્મમાં રણબીર કપૂર, ઐશ્વર્યા રાય બચ્ચન ફવાદ ખાન સાથે અનુષ્કા શર્માએ મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. હવે, તેઓની આગામી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ 10 ફેબ્રુઆરી, 2023 ના રોજ સિનેમાં ઘરોમાં રિલીઝ થશે. તેમાં આલિયા ભટ્ટ, રણવીર સિંહ, જયા બચ્ચન, ધર્મેન્દ્ર તથા શબાના આઝમી મુખ્ય ભૂમિકામાં છે. હાલમાં જ એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં કરણે તેની આવનારી ફિલ્મ વિશે વાત કરી હતી.

કરણ જોહરે ફિલ્મને લઈને કરી ચર્ચા

આ ઉપરાંત કરણ જોહરે તેના દિગ્દર્શક તરીકેની વાપસી અને ફિલ્મના મુખ્ય કલાકારો વિશે પોતાના વિચારો રજૂ કર્યા. તેણે જણાવ્યુ કે , “હું છ વર્ષ બાદ દિગ્દર્શન કરી રહ્યો છું. ફિલ્મ 2023માં રિલીઝ થશે. અમે ફિલ્મ પૂરી કરી લીધી છે. અમારી પાસે એક ગીત છે અને દર્શકો તેને જોવે એની હું આતુરતાથી રાહ જોઈ રહયો છું. રણવીર અને આલિયાની કેમિસ્ટ્રી જોરદાર છે. હું ખરેખર જયા (બચ્ચનની)આન્ટી, ધરમજી, શબાના આઝમી અને બંગાળી સિનેમાના મજબૂત કલાકારોના ગ્રુપ સાથે કામ કરવા ભારે ઉત્સુક છું.

‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ ફિલ્મનો અનુભવ જણાવ્યો

અત્રે એ પણ નોંધનીય છે કે કોફી વિથ કરણ સિઝન7 ના તાજેતરના એપિસોડમાં, કરણે ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ ફિલ્મ કરવાનું શરૂ કર્યાના ચાર દિવસ પછી સેલ્ફ-ડાઉટમાંથી પસાર થયાનું યાદ કર્યું, જેમાં આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા હતા. તેણે આગળ જણાવ્યું કે તે ક્રિએટિવ ડાયરેક્ટર અભિષેક વર્મન સાથે બેઠો હતો અને એવું લાગ્યું કે ‘આપણે આ ફિલ્મ કેમ બનાવી રહ્યા છીએ?’ જેના પર જોહરે તેને પૂછ્યું, ‘તમે સ્ક્રિપ્ટ વાંચી છે?’ તેણે ચાલુ રાખ્યું, “ચાર દિવસના શૂટિંગ પછી મેં કવર કરવા માટે સ્ક્રિપ્ટ વાંચી. મને એ ખબર નથી કે હું શું કરી રહ્યો હતો. મને એવુ લાગે છે કે હું નશામાં હતો. મેં આ ફિલ્મ માટે શૂટિંગ શરૂ કર્યું અને મેં વિચાર્યું, ‘આ સ્ક્રિપ્ટ આવી કેમ છે? ખરાબ?’ આ દરમિયાન, કરણ ધર્મા પ્રોડક્શન્સ દ્વારા સમર્થિત કરાયેલી બહુચર્ચિત પૌરાણિક કાલ્પનિક સાયન્સ-ફાઇ ફિલ્મ, બ્રહ્માસ્ત્રની રિલીઝની પણ રાહ જોઈ રહ્યો છે.

READ ALSO

Related posts

પહેલી વાર મિસ યુનિવર્સ સુષ્મિતા સેન દેખાશે કિન્નરના રોલમાં

GSTV Web Desk

વિવાદ વધુ વકર્યો / ઓમ રાઉતની અપકમિંગ ફિલ્મ આદિપુરુષના ડાયરેક્ટરને ફટકારાઈ નોટિસ, ફિલ્મમાં રામાયણનું ઈસ્લામીકરણ

Hardik Hingu

મતભેદ જાહેરમાં/ શિંદે ઠાકરે પરિવારમાં ફાટફૂટ પડાવવામાં સફળ, બે ભાઈઓ જુદા થયા

Hardik Hingu
GSTV