કરણ જોહરે દિગ્દર્શક તરીકે પહેલી ફિલ્મ કુછ કુછ હોતા હૈ બનાવી હતી. ઓક્ટોબર મહિનામાં આ ફિલ્મને વીસ વર્ષ પૂર્ણ થઇ જશે. નિર્માતા કરણ જોહર આ ફિલ્મની સિકવલ બનાવવાની તૈયારી કરી રહ્યો છે.
એક રિયાલિટી શો દરમિયાન કરણ જોહરે આ વાતની જાહેરાત કરી દીધી હતી. શો દરમિયાન કુછ કુછ હોતા હૈના કેટલાક દૃશ્યોને સ્ટેજ પર રિક્રિએટ કરાયા હતા. કરણ આ દૃશ્યો જોઈને ભાવુક થઇ ગયો હતો અને તેને ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું.
કરણે જણાવ્યું હતું કે આ દૃશ્યો જોઈને મને કુછ કુછ હોતા હૈની સિકવલ ફિલ્મ બનાવવાની પ્રેરણા મળી છે. આ અંગે હું ટૂંક સમયમાં દરેક માહિતી મીડિયાને આપી દઈશ. બેસ્ટ ફ્રેન્ડસ પર આધારિત ફિલ્મ કુછ કુછ હોતા હૈ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી.