GSTV

બિગ બોસમાં સલમાનની જગ્યાએ હવે કરણ જોહર કરશે હોસ્ટ, સોશિયલ મીડિયા પર કરી મોટી જાહેરાત

Last Updated on July 24, 2021 by Pravin Makwana

છેલ્લા કેટલાય વર્ષોથી સલમાન ખાન બિગ બોસની તમામ સિઝન હોસ્ટ કરતો દેખાય છે. હાલમાં જ તેણે બિગ બોસ 15ને લઈને રસપ્રદ જાહેરાત કરી હતી. જો કે, હવે બિગ બોસની આગામી સીઝનમાં સલમાન ખાન નહીં પણ કરણ જોહર હોસ્ટ કરવાનો છે. જેની જાહેરાત ખુદ કરણે સોશિયલ મીડિયા પર આપી છે. હકીકતમાં સલમાન ખાન હંમેશાની માફક બીગ બોસ 15 પણ હોસ્ટ બની રહેશે, પણ કરણ જોહર બિગ બોસનું OTT વર્જનને હોસ્ટ કરવા જઈ રહ્યો છે.

કરણ જૌહરે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પેજ પર આ વાતની જાહેરાત કરી છે. સાથે જ તેણે એક ફોટો શેર કરીને લખ્યુ છે કે, જીહા….આ હું છું અને બિગ બોસ OTTનો હોસ્ટ.

આપને જણાવી દઈએ કે, આ અગાઉ બિગ બોસ OTT માટે સિદ્ધાર્થ શુક્લા, શહનાઝ ગિલ, રોહિત શેટ્ટી અને ફરાહ ખાનનું નામ સામે આવી રહ્યુ હતું. પણ કલર્સ ચેનલે સૌ કોઈને ચોંકાવીને કરણ જૌહરને હોસ્ટ બનાવ્યો છે.

વૂટ પર શરૂ થઈ રહેલા બિગ બોસનું OTT વર્જનમાં કેટલાય સામાન્ય લોકોની સાથે સોશિયલ મીડિયા ઈંફ્લુએંસર પણ નજરે પડશે. જેની શરૂઆત 8 ઓગસ્ટથી થશે.

READ ALSO

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

રાજીનામા બાદ કેપ્ટનનું મોટું નિવેદન : નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઇમરાન અને આર્મી ચીફ બાજવાના મિત્ર, તે દેશની સુરક્ષા માટે નથી ઠીક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!