GSTV
Home » News » કરણ જોહર “ગે લવ સ્ટોરી” બનાવશે, ફિલ્મમાં બે મોટા અભિનેતાઓને કાસ્ટ કરવાનું છે પ્લાનિંગ

કરણ જોહર “ગે લવ સ્ટોરી” બનાવશે, ફિલ્મમાં બે મોટા અભિનેતાઓને કાસ્ટ કરવાનું છે પ્લાનિંગ

સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાગ લેવા આવેલા કરણ જોહરે કહ્યું છે કે તેઓ નવી ફિલ્મ તખ્ત પછી “ગે લવ સ્ટોરી” નિર્દેશિત કરવા માંગે છે. કરણ જૌહરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “અત્યાર સુધી મેં વિશ્વ આર્થિક મંચના ત્રણ સેશનમાં ભાગ લીધો છે અને આમાંથી એક સેશન એલજીબીટીક્યુ સમુદાય સાથે જોડાયેલો હતો. મને તે સેશન ખૂબ જ ગમ્યો હતો.”

સુપ્રીમ કોર્ટના આ સૌથી હિંમતવાન નિર્ણયોમાંનો એક

“મને તે પેનલના ભાગ હોવા પર ગર્વ હતો કારણ કે ભારત અને સુપ્રીમ કોર્ટની કલમ 377થી સંબંધિત નિર્ણયો પર આ પેનલમાં ઘણી ચર્ચાઓ થઈ હતી. સુપ્રીમ કોર્ટના નિર્ણયે એલજીબીટીક્યુ સમુદાય અને સામાન્ય માનવી વચ્ચે મોટું અંતર ઉભું કર્યું છે. આ એક ખૂબ જ સારી ફીલિંગ હતી. જ્યારે તમારો દેશ તમને માન્યતા નથી આપતો તે ખૂબ જ ખરાબ અસર પેદા કરે છે. મને લાગે છે કે અત્યાર સુધી સુપ્રીમ કોર્ટના આ સૌથી હિંમતવાન નિર્ણયોમાંનો એક છે.”

બોલીવુડમાં મુખ્ય પ્રવાહ લાવવા માગુ છું

જ્યારે કરણને પૂછવામાં આવ્યું કે તે આ સમુદાય માટે શું કરવા માંગે છે? તેણે કહ્યું, “ફિલ્મ નિર્માતા હોવાથી, હું આ વિષય પર એક ફિલ્મ બનાવી શકું છું. હું હોમોસેક્સ્યુઅલ લવ સ્ટોરી બનાવવા માંગું છું અને હું ફિલ્મમાં બે મોટા અભિનેતાઓને કાસ્ટ કરવા માગું છું.” “મને ખબર નથી કે હું કયા બૉલીવુડ સિતારાઓ સાથે આ ફિલ્મ બનાવીશ પરંતુ ચોક્કસપણે હું આ ફિલ્મ પર કામ કરવા માગુ છું. હું એલજીબીટીક્યુ સમુદાયની વાર્તાઓ લાવવા માટે બોલીવુડમાં મુખ્ય પ્રવાહ લાવવા માગુ છું. “

Related posts

આ મહિનામાં જન્મેલા લોકો સાથે છે સારા સંબંધ? તો ક્યારેય નહીં આવે કોઈ પ્રોબ્લેમ, ધરાવે છે આ ખાસિયતો

Arohi

ફળોને જો હેલ્ધી માનતા હોવ તો પહેલા આ વાંચી લો, બની શકે કે વહેમ દુર થઈ જાય

Arohi

એનઆરસીના સંકલનકાર હજેલાની તાત્કાલિક ટ્રાન્સફર માટે સુપ્રીમનો નિર્દેશ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!