ખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહરની પહેલવહેલી ઐતિહાસિક ફિલ્મ તખ્ત ફ્લોર પર જવા અગાઉજ વિલંબમાં પડી રહી હોવાના સમાચાર મળ્યા હતા. આ મેગાબજેટ ફિલ્મ મલ્ટિસ્ટાર પણ છે. એમાં બોલિવૂડના મોખરાના કલાકારો રણવીર સિંઘ, કરીના કપૂર ખાન, આલિયા ભટ્ટ, વીકી કૌશલ અને ભૂમિ પેડણેકર વગેરે ચમકી રહ્યાં છે.
અગાઉ જાહેર થયેલી યોજના મુજબ જૂન માસમાં આ ફિલ્મ ફ્લોર પર જવાની હતી પરંતુ એમ લાગે છે કે પોતાની છેલ્લી મલ્ટિસ્ટાર ફિલ્મ કલંક બોક્સ ઑફિસ પર પીટાઇ જતાં કરણ જોહર અકળાઇ ગયા હતા. કલંક પણ મેગાબજેટ અને મલ્ટિસ્ટાર ફિલ્મ હતી જેમાં બે અઢી દાયકા બાદ ફરી એકવાર સંજય દત્ત, માધુરી દીક્ષિત, આલિયા ભટ્ટ, વરુણ ધવન, આદિત્ય રોય કપૂર વગેરે ચમકી રહ્યાં હતાં. ફિલ્મ રજૂ થયાના પહેલાજ વીક એન્ડમાં ફ્લોપ જાહેર થઇ હતી.
કરણની છેલ્લી થોડીક ફિલ્મો બોક્સ ઑફિસ પર ધાર્યો દેખાવ કરી શકી નથી એટલે કરણ હવે સંભાળી સંભાળીને પગલાં ભરે છે. તખ્તમાં મુઘલ સામ્રાજ્યના બે સગ્ગા ભાઇઓ ઔરંગઝેબ અને દારા શિકોહની કથા વણી લેવામાં આવી છે. અત્યારે મિડિયાને એવું બહાનું અપાયું છે કે પ્રિપ્રોડક્શન કામ હજુ બાકી રહી ગયું છે એટલે ફિલ્મ વર્ષની આખર સુધીમાં ફ્લોર પર જશે.
Read Also
- તમારા સ્માર્ટફોનની બેટરી લાંબો સમય ચાલે તે માટે અપનાવો આ સરળ ટિપ્સ
- ઉડાન સમયે પાયલટે હાથ ઊંચા કર્યા તો, એક પેસેન્જર આવ્યો મદદે, કરાવ્યું સુરક્ષિત લેન્ડિગ
- LRDમાં 20 ટકા વેઈટિંગ લિસ્ટ બનાવી ખાલી જગ્યાઓ ભરાશે, 8,135 નિમણૂંક ઉમેદવારોને પત્ર અપાયા
- કામ કરતાં બેભાન થઇ ગઇ, બીજા દિવસે ઉઠી તો…ડિપ્રેશન પર દીપિકાનો ચોંકાવનારો ખુલાસો
- 31 ડિસેમ્બર સુધીમાં કરી લો આ કામ, નહી તો ફ્રીઝ થઈ જશે તમારું Bank Account નહી ઉપાડી શકો પૈસા