GSTV
Home » News » કંગના સાથેની ભૂતકાળની ફરીયાદો ભૂલીને તેની સાથે કામ કરવા તૈયાર છું

કંગના સાથેની ભૂતકાળની ફરીયાદો ભૂલીને તેની સાથે કામ કરવા તૈયાર છું

કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકા રીલીઝ થઈ ગઈ છે. ફિલ્મને ક્રિટિક્સનો ખૂબ સારો રીસ્પૉન્સ મળી રહ્યો છે. તો હવે કરણ જૌહરે પણ કંગના રનૌતની સાથે પોતાના ભૂતકાળના વિવાદોને ભૂલાવી દીધા છે. કરણ જૌહરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે તેઓ કંગના રનૌતની સાથે કામ કરવા માટે તૈયાર છે.

હફ પોસ્ટમાં આપેલા ઈન્ટરવ્યૂમાં કરણ જૌહરે કહ્યું, ભવિષ્યમાં જો હું કોઈ ફિલ્મ ડાયરેક્ટ કરી અને ફિલ્મમાં હું કંગના મુજબ કોઈ રોલ હશે તો હું જરૂરથી તેમનો સંપર્ક કરીશ. કરણે કહ્યું, મને કંગના રનૌતની સાથે કામ કરવામાં કોઈ વાંધો નથી. જોકે, હાલમાં જે ફિલ્મ ડાયરેક્ટ કરી રહ્યો છું તેમાં કંગના રનૌતનો કોઈ રોલ નથી.

કરણ કહે છે- હાલમાં કોઈ પણ ડાયરેક્ટર મારી પાસે કંગનાને કાસ્ટ કરવા માટે આવ્યો નથી. આ જ કારણ છે કે મેં કંગનાને કાસ્ટ કરી નથી. કરણ કહે છે કે જો કોઈ કંગનાને કાસ્ટ કરવા ઈચ્છે છે તો મોડુ થયા વગર તેને સાઇન કરશે. આ બધી કોમર્શિયલ ડીલ છે. આ મામલામાં લાગણીઓ બાજુ પર રહી જાય છે.

હોમોસેક્સ્યુઅલ ફિલ્મ બનાવવા ઈચ્છે છે કરણ

ઈન્ડિયા ટૂડેને આપેલા ઈન્ટરવ્યૂમાં કરણ જૌહરે કહ્યું છે કે તેઓ હોમોસેક્સ્યુઅલિટી પર ફિલ્મ બનાવવા ઈચ્છે છે. કરણ જૌહરે કહ્યું કે દંડ પછી તેઓ આવી કોઈ પણ ફિલ્મ ડાયરેક્ટ કરવા ઈચ્છે છે. કરણે કહ્યું કે દેશમાં સેક્શન 377ને હટાવવામાં આવી છે. એવામાં તેઓ આ મુદ્દે ફિલ્મ બનાવીને જાગૃતિ ફેલાવવા ઈચ્છે છે.

કરણ જૌહરે કહ્યું, એક લીડિંગ ફિલ્મમેકર હોવાથી હું હોમોસેક્સ્યુઅલ લવ સ્ટોરી બનાવવા ઈચ્છુ છું. જોકે, અત્યારે આ ફિલ્મમાં અભિનેતાનુ નામ મારા મગજમાં નથી. અહીં જણાવવાનુ કે કરણ જૌહરની ફિલ્મ તખ્ત વર્ષ 2020માં રીલીઝ થશે.

શું છે કંગના અને કરણ જૌહર વિવાદ

કૉફી વિદ કરણની સિઝન 5માં કંગના રનૌત અને સૈફ અલી ખાન ગેસ્ટ હતાં. આ એપિસોડમાં કંગના રનૌતે કરણ જૌહર પર ધારદાર નિશાન સાધ્યુ હતું. કંગનાએ કરણ જૌહરને મૂવી માફિયા સુધી કહી દીધુ હતું.

કંગનાએ કરણને ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મને પ્રોત્સાહન આપનાર ગણાવ્યો હતો. ત્યારબાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મ પર ખૂબ ચર્ચા થઇ હતી. જોકે, ત્યારબાદ એક એવોર્ડ સેરમનીમાં કરણ જૌહર, સૈફ અલી ખાન અને વરૂણ ધવને મળીને કંગનાની મજાક ઉડાવી હતી.

Related posts

અમિત શાહે દિલ્હીમાં જનગણના ભવનનું કર્યું ઉદ્ધાટન, જાણો શા માટે ઈમારતનો રંગ છે ગ્રીન ?

Mayur

દિલ્હી: અક્ષરધામ મંદિર પાસે ધોળાદિવસે બદમાશોએ પોલીસ પર કર્યુ ફાયરિંગ, સામે આવ્યો Video

Bansari

દારૂનું ધામ બની ચૂક્યું છે રંગીલું રાજકોટ ? સત્તત ત્રીજા દિવસે પોલીસની મેગાડ્રાઈવમાં દેશી દારૂનો જથ્થો ઝડપાયો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!