GSTV
Home » News » કરણ જોહરે સોશ્યલ મિડિયા પર કર્યો ખુલાસો, આ અનોખા નામથી બોલાવે છે તેમનો દિકરો

કરણ જોહરે સોશ્યલ મિડિયા પર કર્યો ખુલાસો, આ અનોખા નામથી બોલાવે છે તેમનો દિકરો

બોલીવુડનાં પ્રખ્યાત ડાયરેક્ટર કરણ જોહર સોશ્યલ મિડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. કરણ હંમેશા પોતાની અને પરિવાર સાથે જોડાયેલી વાતોને ફેન્સ સાથે શેર કરતા રહે છે.

કરણે પોતાનાં બાળકોનાં ફોટોગ્રાફ્સ અને તેમનાં વિડિયો પર શેર કર્યા છે. જો કે હાલમાં જ કરણે પોતાના ફેન્સ સાથે બાળકો સાથે જોડાયેલી એક વાત પણ શેર કરી છે. કરણે ફેન્સની સાથે શેર કર્યું છે કે તેમનો દિકરો યશ તેમને કયાં નામથી બોલાવે છે.

કરણ જોહર સોશ્યલ મિડિયા પર ખૂબ એક્ટિવ

સોશ્યલ મિડિયા એકાઉન્ટ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી

કરણે પોતાના સોશ્યલ મિડિયા એકાઉન્ટ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ દ્રારા કરણે જણાવ્યું કે તેમનો દિકરો યશ જોહર તેમને શું કહીને બોલાવે છે. આ પોસ્ટ જોઈને લાગે છે કે કરણનાં દિકરાને તેમનો ડ્રેસિંગ સેન્સ ખાસ ગમતું નથી. ત્યારે જ તેને જોકર કહીને બોલાવે છે.

આ વાતનો ખુલાસો ખુદ કરણે પોતાની ટ્વિટર પોસ્ટ દ્રારા કર્યો છે. કરણે પોતાની પોસ્ટમાં લખ્યું કે મારા મારા દીકરાએ મને ફક્ત કરણ જોકર કહીને બોલવા છે. મને લાગે છે કે તે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે.’ આ પોસ્ટ દ્વારા કરણે પોતાની મજાક ઉડાવી છે અને તે ખૂબ જ મસ્તીનાં મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે

જ્યારે યુઝર્સે પણ આ પોસ્ટ પર ઘણી મજેદાર ટિપ્પણીઓ કરી છે. કરણની પોસ્ટ પર એક યુઝરે લખ્યું, ‘હું તમારી સાથે સંમત છું દીકરા.’ તો બીજા વપરાશકર્તાએ લખ્યું, ‘તેણે તમારી ઘોસ્ટ સ્ટોરી જોઇ હશે.’ કરણની પોસ્ટ પર યુઝર્સ દ્વારા આવી વધુ ઘણી મજેદાર ટિપ્પણીઓ કરવામાં આવી છે. નોંધપાત્ર વાત એ છે કે કરણની ઘણી વખત તેની ડ્રેસિંગ સેન્સ માટે મજાક ઉડાવવામાં આવી છે. તેનો ડ્રેસિંગ સેન્સ પણ એકદમ અનોખો છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં પોલીસકર્મીઓ પર હુમલો, સ્થાનિકોએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર

Nilesh Jethva

દિલ્હીમાં હિંસા ભડકાવતા લોકોને દેખતા જ ગોળી મારવાનો ઓર્ડર, ઠેર ઠેર સુરક્ષા જવાનો તૈનાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!