કપિલ શર્માના શોમાં પહેલી વખત કાજોલ અને કરણ જોહર આવ્યા હતા. કાજોલ અને કરણે આ શોમાં તેમના જીવનની કેટલીક અંગત વાતો પણ કરી હતી.કરણ જોહરે કાજોલ સાથે જોડાયેલી એક રસપ્રદ વાત કરી હતી. જેમાં એવું જાણવા મળ્યું કે કાજોલ બોલીવૂડના એક અભિનેતાની દીવાની હતી.
કરણ કહે છે કે હું અને કાજોલ હેના ફિલ્મના પ્રિમીયરની પાર્ટીમાં મળયા હતા.કાજોલને અક્ષયકુમાર પ્રત્યે ભારે લાગણી હતી. તે પાર્ટીમાં તે અક્ષયકુમારને શોધતી હતી અને તેમાં હું પણ જોડાયો અમે બંને અક્ષયકુમારને શોધતા રહયા, ત્યાં અકી તો ન મળયો પણ અમારી બંનેની દોસ્તીની સારી શરૃઆત થઇ.અમે બંને દક્ષિણ મુંબઇમાં રહેતા હતા. ત્યાર બાદ અમારી દોસ્તી વધુ મજબૂત થઇ ગઇ.
તે પછી અક્ષયકુમાર અને કાજોલએ યે દિલ્લગી ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં સૈફ અલી ખાનનો મુખ્ય રોલ હતો. ફિલ્મનું દેખો જરા દેખો ગીત બહુ પ્રચલિત થયું. આ ગીતમાં કાજોલ અને અક્ષયકુમારે સાથે ડાન્સ કર્યો હતો.
કરણ કહે છે કે કાજોલને મારો જન્મ દિવસ કોઇ દિવસ યાદ રહેતો નથી. કાં એકાદ દિવસ પહેલા વિશ કરે કાં એકાદ દિવસ બાદ વિશ કરે. અમારી મિત્રતાને ૩૦ વર્ષ થઇ ગયા પણ કાજલને મારો જન્મદિવસ યાદ રહેતો નથી. આજે પણ તે મારા જન્મદિવસ એકાદ દિવસ અગાઉ કે જન્મ દિવસ પછી વિશ કરે છે. અત્રે એ યાદ આપીએ કે કાજોલ, શાહરુખખાન અને કરણ એક સાથે કેટલીય ફિલ્મોમાં કામ કર્યું છે અને ત્રણેય એક બીજાના જીગરી દોસ્ત છે.
Read Also
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત