GSTV
Home » News » કપૂર ખાનદાનમાં વાગશે શરણાઇ, રણબીર-આલિયાના લગ્નને આ વ્યક્તિએ કર્યા કન્ફર્મ

કપૂર ખાનદાનમાં વાગશે શરણાઇ, રણબીર-આલિયાના લગ્નને આ વ્યક્તિએ કર્યા કન્ફર્મ

Alia Bhatt relationship

બોલીવુડની ગલીઓમાં એક તરફ જ્યાં આલિયા ભટ્ટ પોતાની ફિલ્મ ગલી બૉયની સફળતાને લઇને ચર્ચાં છે. ત્યાં બીજી બાજુ રણબીર કપૂર સાથે તેના રિલેશનને લઇને કોઇને કોઇ ખબરો આવતી રહે છે. તાજેતરમાં જ આ લવ બર્ડ્ઝ આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની પ્રી વેડિંગ સેરેમની માટે એકસાથે સ્વીત્ઝરલેન્ડ જવા માટે રવાના થયાં હતા. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. અહીં બંને એકબીજા સાથે ક્વોલીટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યાં હતા.

જણાવી દઇ કે આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના પ્રી વેડિંગ ફંક્શનમાં રણબીર-આલિયા મોટાભાગે એકબીજાની સાથે જોવા મળ્યા.  આ બન્ને બોલિવુડ એક્ટર્સની કેટલીક તસવીરો અને વીડિયો વાયરલ થયા છે. આમાં એક વીડિયો એવો પણ વાયરલ થયો છે. જેમાં ફિલ્મમેકર કરણ જોહર આ બન્નેના લગ્ન વિશે વાત કરે છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે ફિલ્મમેકર કરણ જોહર રણબીર અને આલિયાને સ્ટેજ પર બોલાવે છે અને પછી બન્નેના લગ્નને લઈને કમેન્ટ કરે છે. આકાશ અંબાણી અને શ્લોકા મેહતાના સંગીત સેરેમનીમાં કરણ, આલિયા અને રણબીર સાથે નજરે આવે છે.

સ્ટેજ પર બોલાવી કરણ, આલિયા અને રણવીર તરફ ઇશારો કરીને કહે છે કે,‘રબને બના દી જોડી’. એટલું જ નહીં કરણ આગળ કહે છે કે અહીં હું આકાશ અને શ્લોકા વિશે વાત નથી કરી રહ્યો. હું આલિયા અને રણબીર વિશે કહી રહ્યો છું. કરણ કહે છે કે હાલ વેડિંગ સીઝન ચાલી રહી છે. એવામાં આલિયા ક્યારે રણબીર સાથે જતી રહે. કરણની આ વાત સાંભળીને આલિયા હસવા લાગે છે.

જણાવી દઇએ કે આ વીડિયો વાયરલ થયાં બાદ ફરી એકવાર રણબીર અને આલિયાના લગ્નને લઇને ચર્ચા થઇ રહી છે. આ વાયરલ વીડિયોને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યાં છે.

રણબીર અને આલિયા પાછલા એક વર્ષથી રિલેનશીપમાં છે અને તે પોતાની લાઇફને એન્જોય કરી રહ્યાં છે. શરૂઆતમાં આ બંને સ્ટાર્સે પોતાના રિલેશનશીપને છુપાવવાના ઘણા પ્રયાસો કર્યા પરંતુ આખરે તેમણે આ વાતને જાહેરમાં સ્વીકારી લીધી છે.

Read Also

Related posts

પાકિસ્તાનના લોકોની મુશ્કેલીનો અંત આવતો નથી, બીજી બાજુ મોંઘવારી કૂદકેને ભૂસકે વધી રહી છે

Dharika Jansari

અમદાવાદમાં મચ્છરોના બ્રીડિંગ મળી આવતા 16 હોસ્પિટલો સહિતના 36 એકમો દંડાયા

Mayur

એમેઝોને ભૂલથી ૧૩,૦૦૦ ડોલરનો કેમેરા લેન્સ માત્ર ૯૪ ડોલરમાં વેંચ્યો!

Mayur
Do NOT follow this link or you will be banned from the site!