GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

કરણ જોહર આ એક્ટ્રેસને પ્રેમ કરતા હતા, તેના કહેવાથી પહાડ પરથી લગાવી હતી છલાંગ

બોલિવૂડમાં આજે સારી એવી નામના હાંસલ કરી ચૂકેલા નિર્માતા-દિગ્દર્શક કરણ જોહર આજે તેમનો 48મો જન્મદિવસ મનાવી રહ્યા છે. કરણ જોહર એવા સ્ટારમાં ગણતરી ધરાવે છે જે પોતાની વાત જરાય ખચકાટ વિના કેમેરાની સામે કહી દે છે. આવી રીતે તો તેમણે અસંખ્ય ખુલાસા કર્યા છે. તેમના શો કોફી વિથ કરણમાં પણ તેમની આ સ્ટાઇલથી લોકો પ્રભાવિત થયા છે. આવા જ એક શોમાં કરણ જોહરે પોતાના પ્યાર અંગે ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ એક લોકપ્રિય એક્ટ્રેસથી પ્યાર કરતા હતા. એ છોકરીના કહેવાથી તેણે પહાડ પરથી છલાંગ લગાવી દીધી હતી.

ટ્વિન્કલ ખન્ના હતી પહેલો પ્રેમ

કરણ જોહરનો પહેલો પ્રેમ બીજોંકોઈ નહીં પરંતુ ટ્વિન્કલ ખન્ના હતી. આ અંગે બંને કોફી વિથ કરણમાં વાત કરી રહ્યા હતા. ટ્વિન્કલ ખન્નાએ પણ પોતાના પુસ્તક મિસ ફની બોન્સમાં ખુલાસો કર્યો છે કે કરણ તેને એકપક્ષીય પ્રેમ કરતા હતા. તે અને કરણ જોહર એક જ બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. કરણને હંમેશાં ભૂખ લાગતી ત્યારે તેઓ ટ્વિન્કલને કેન્ટિનમાંથી ખાવાનું ચોરી લાવવાનું કહેતા હતા.

ટ્વિન્કલે આ ફિલ્મ માટે ઈનકાર કર્યો હતો

ટ્વિન્કલે કહ્યું કે એક વાર અમે પહાડની કિનારે હતા તો મેં કરણને કહ્યું કે સરકીને પહાડથી નીચે જાઓ અને હોડી લઈને ભાગી જાઓ. તે આવી રીતે નીચે ગયો પણ પકડાઈ ગયો હતો. તેણે બે કલાક સુધી ફરીથી ઉપર આવવામાં પર્વતારોહણ કર્યું હતું. તેને આ કૃત્ય બદલ સૌની સામે સજા મળી હતી. કરણે પણ ટ્વિન્કલે પોતાનું દીલ તોડી નાખ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. તેણે કહ્યું કે મારી ફિલ્મ કુછ કુછ હોતા હૈ માં કામ કરવાનો ઇનકાર કરીને તેણે મારું દિલ તોડ્યું હતું.

READ ALSO

Related posts

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!