જ્યારે ‘પુરુષ’ બનવા માટે કરણ જોહરે લીધી 3 વર્ષ સુધી તાલીમ, પિતા સામે કાઢ્યુ આ બહાનુ

ફિલ્મ મેકર, એન્કર, આરજે અને એક્ટિંગ જેવા અનેક કામ છે જેને કરણ જોહર પર્ફેક્શન સાથે કરી ચુક્યા છે. આજની તારીખમાં ઇન્ડસ્ટ્રીના સક્સેસફુલ સેલેબની યાદીમાં તે ટૉપ પર છે. તેનો હાજરજવાબી અંદાજ લોકોને ખૂબ જ પસંદ છે. પરંતુ તેમના જીવનમાં એક સમય એવો પણ આવ્યો જ્યારે તેના અવાજના કારણે લોકો તેને ટોણા મારતાં હતા. તેના કારણે કરણ એટલા પરેશાન થયા કે ડૉક્ટર પાસે ઇલાજ કરાવવા પહોંચી ગયા.

કરણ જોહરે એક ઇવેન્ટમાં પોતાના અંગત જીવન વિશે જણાવ્યું કે, હું નાનપણથી સાંભળતો આવ્યો છું કે છોકરીઓની જેમ ન ચાલ, તેમની જેમ ડાન્સ ન કર. ઘણીવાર તો લોકો મને કહેતાં હતાં કે તારો અવાજ છોકરી જેવો છે. આ વાતથી પરેસાન થઇને 15 વર્ષની ઉંમરમાં હું ઇલાજ કરાવવા માટે પહોંચી ગયો હતો.

કરણે જણાવ્યું કે, મે 3 વર્ષ સુધી સ્પીચ થેરોપીસ્ટ પાસે પ્રેક્ટિસ કરી. આ ખૂબ જ ખરાબ અને ટૉર્ચર કરવા સમાન સેશન હતુ.


કરણે જણાવ્યું કે, જ્યારે હું થેરાપિસ્ટ પાસે જતો ત્યારે હું મારા પિતાને કહેતો કે હું ટ્યુશન માટે જઇ રહ્યો છુ. હું તેમને તે ન કહી શકું કે હું પુરુષ બનવા જઇ રહ્યો છુ.

કરણે જણાવ્યું કે, સ્કૂલમાં હમેશા મને ટીચર અને સ્ટુડન્ટ્સ પાસેથી એજ સાંભળવા મળતુ કે તું છોકરી જેવો છો. પરંતુ આ વાતની અસર હું ક્યારેય મારા બાળકો પર પડવા નહી દઉ કારણ કે જો મારા બાળકોને રડવુ હશે તો તે રડી શકે છે, તેના માટે હું તેમને કોઇ જેન્ડરમાં ન બાંધી શકું.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter