GSTV
Home » News » ‘કભી અલવિદા ના કહના’ પર થઈ કોમેન્ટ, કરણ જોહરે યુઝરની બોલતી બંધ કરી

‘કભી અલવિદા ના કહના’ પર થઈ કોમેન્ટ, કરણ જોહરે યુઝરની બોલતી બંધ કરી

ડાયરેક્ટર કરણ જોહરની ફિલ્મ કભી અલવિદા ના કહનાની રિલીઝને શનિવારે 12 વર્ષ પૂર્ણ થયાં. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં શાહરૂખ ખાન, રાની મુખર્જી, પ્રીતિ ઝીન્ટા અને અભિષેક બચ્ચન હતાં. આ ફિલ્મની ઘણી નિંદા થઈ હતી. ઘણાં લોકોને એમ પણ લાગ્યુ હતુ કે આ ફિલ્મે એકસ્ટ્રામટીરિયલ અફેરને પ્રોત્સાહન આપ્યું હતું.

હાલમાં કરણ જોહરે ફિલ્મના 12 વર્ષ પૂર્ણ થતા સોશિયલ મીડિયામાં લખ્યું, ‘એક ફિલ્મ જે હંમેશા મારા માટે સ્પેશિયલ રહેશે! મારા ડ્રીમ કાસ્ટ અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, અભિષેક બચ્ચન, પ્રીતિ ઝીન્ટા અને રાની મુખર્જી.’

ત્યારબાદ પ્રીતિ ઝીન્ટાએ ફિલ્મને યાદ કરતા લખ્યું, ‘આજે ફિલ્મને યાદ કરી રહી છું. એક ફિલ્મ જેણે ફિલ્મમાં મારું દિલ અને મારા લગ્ન તોડ્યા હતાં. તેમાં કેટલાંક શાનદાર લખેલા સીન હતાં. આ ફિલ્મે પોતાના સમયથી આગળના લગ્નના અલગ ડાઈનેમિક્સને બતાવ્યું.’

આ પોસ્ટ પર લોકોએ ટ્રોલિંગ શરૂ કરી હતી. એક ટ્વિટર યુઝરે કરણને કહ્યું, ‘એકસ્ટ્રામેરિટલ અફેર્સને પ્રમોટ કરવા માટે થેન્કસ.’

ત્યારબાદ આ ટ્વિટનો જવાબ આપતા કરણે લખ્યું, ‘અજાણ વ્યક્તિ! તમે કોઈ પણ એવી વસ્તુને પ્રમોટ કરી શકો નહીં જે પહેલાથી વધુ હિટ છે.’

Related posts

જ્યારે શાહરૂખને ગુપ્તચર એજન્સીનો ફોન આવ્યો અને તે પ્રોડ્યુસરનો ફોન સમજી બેઠો, પછી….

Kaushik Bavishi

વડોદરામાં કેસડોલની સહાય ન મળતા કોંગ્રેસની આગેવાનીમાં કલેક્ટર કટેરી બહાર પુર પીડિતોના દેખાવો

Mansi Patel

‘દારૂ ઇસ્લામિક દેશ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ મળે છે જેમ ભારતમાં બીફ…’અદનાન સામીની આ Tweetથી મચ્યો હોબાળો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!