GSTV
Home » News » ‘મારી ઉંઘ હરામ થઇ ગઇ’ હાર્દિક પંડ્યાના વિવાદિત નિવેદન પર કરણ જોહરે તોડી ચુપ્પી

‘મારી ઉંઘ હરામ થઇ ગઇ’ હાર્દિક પંડ્યાના વિવાદિત નિવેદન પર કરણ જોહરે તોડી ચુપ્પી

કરણ જોહરનો ચેટ શૉ પાછલાં ઘણાં દિવસોથી વિવાદોમાં રહ્યો છે. કૉફી વિથ કરણમાં મહેમાન બનીને આવેલા ક્રિકેટર કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાએ આ શૉમાં હાજરી આપવાની ભારે કિંમત ચુકવવી પડી. પોતાના વિવાદિત નિવેદનોના કારણે તેમને બે મેચમાંથી હાંકી કાઢવામાં આવ્યાં. આ મામલે કરણ જોહરે હવે ચુપ્પી તોડી છે. તેવામાં દરેક લોકો જાણવા માંગે છે કે આખરે કરણ જોહર આ મામલે શુ કહે છે.

લોકો જાણવા માંગતા હતા કે કરણ જોહરે જે સવાલ પૂછ્યો જેના પર હાર્દિક પંડ્યાએ મહિલાઓ માટે આવી ટિપ્પણી હતી કે કેટલો યોગ્ય હતો? શુ કરણ જોહર અને શૉના મેકરે આ બધું ટીઆરપી માટે કર્યું?

આખરે કરણ જોહર આ બધા જ સવાલોના જવાબ આપવા માટે આવી ગયા છે. પોતાની ચુપ્પી તોડતા કરણ જોહરે એક ખાસ ચેનલ સાથે વાતચીત કરતા આ મામલે ઘણા ચોંકાવનારા નિવેદનો આપ્યા છે.

કરણ જોહરે આ મામલે સફાઈ આપી છે. કરણ જોહરે કહ્યું કે તેઓ આ મામલે પોતાને જવાબદાર માને છે. આ મારો શૉ છે, મારુ મંચ છે, અહીં મારી જવાબદારી વધારે છે. પોતાની વાતને આગળ વધારતા કરણ જોહરે જણાવ્યું કે મેં હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને મહેમાન તરીકે બોલાવ્યા હતા. આ વિવાદનું જે પરિણામ આવ્યું તે મારી જવાબદારી છે.

પોતાને જવાબદાર માનતા કરણ જોહરે જણાવ્યું કે આ કારણે હું ઘણી રાતો ઊંઘ્યો નથી. હું વિચારતો હતો કે આખરે આ નુક્શાનની ભરપાઈ હું કેવી રીતે કરીશ. મારી વાત કોણ સંભાળશે. કરણ જોહરે જણાવ્યું કે આ વાત તેમના કંટ્રોલ બહાર નીકળી ગઈ. જો મેં કોઈ એવી વાત કહી તો હું મારો બચાવ નહિ કરું.

પોતાના સવાલ પર સફાઈ આપતા કરણ જોહરે જણાવ્યું કે મેં તેમને જે સવાલ પૂછ્યા હતા તે સવાલ આ શૉમાં મહિલાઓને પણ પૂછવામાં આવ્યા છે. મેં દીપિકા અને આલિયા ભટ્ટને પણ આ સવાલ કર્યા હતા. પોતાની સફાઈ આપતા કરણ જોહરે જણાવ્યું કે સવાલો પર મારો કંટ્રોલ છે પરંતુ જવાબ પર મારુ કોઈ નિયંત્રણ નથી. તેમની સાથે જે થયું તેનો મને અફસોસ છે.

હાર્દિક અને રાહુલ સામે થઇ રહેલી કાર્યવાહી પર કરણ જોહરનું કહેવું છે કે જે થયું તેનો ખુબ જ અફસોસ છે. મેં આ બધું ટીઆરપી માટે નથી કર્યું. હું ક્યારેય પણ ટીઆરપી માટે ચિંતા નથી કરતો. જણાવી દઇ કે આ વિવાદ બાદ કરણ જોહર પહેલાં પણ સ્પષ્ટતા કરી ચુક્યાં છે કે આ મામલે તે પણ એટલાં જ જવાબદાર છે જેટલાં હાર્દિક અને રાહુલ.

Read Also

Related posts

શીલા દીક્ષિતે આ ફિલ્મ એટલી બધી વાર જોઈ કે ઘરના લોકોને પાડવી પડી ના

Nilesh Jethva

દ્રાસમાં રાજનાથસિંહે કારગિલ યુદ્ધના વીર શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

Kaushik Bavishi

ટ્રમ્પને પેટમાં શું ચૂંક ઉપડી? ભારત-રશિયા S-400 મિસાઇલનો યુએસનાં સર્વોચ્ચ કમાન્ડરે કર્યો વિરોધ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!