GSTV
Home » News » કરણ જોહરે ફિલ્મી અંદાજમાં PM મોદીને આપી શુભેચ્છા, લખ્યું- ‘પિક્ચર અભી બાકી હૈ…’

કરણ જોહરે ફિલ્મી અંદાજમાં PM મોદીને આપી શુભેચ્છા, લખ્યું- ‘પિક્ચર અભી બાકી હૈ…’

નરેન્દ્ર મોદીએ બીજી વખત ભારતના પ્રધાનમંત્રી પદની શપથ લીધી. ઘણા બોલીવુડ સ્ટાર્સ પણ તેમની શપથવિધિમાં હાજર રહ્યા હતા. શપથવિધિની એક તસ્વીર ખૂબ વાયરલ થઈ રહી છે જેમાં ફિલ્મી સ્ટાર્સ જોવા મળી રહ્યા છે. અમુક સ્ટાર્સ એવા પણ હતા જે પીએમ મોદીના શપથમાં ન આવી શક્યા પરંતુ જે સ્ટાર્સ શપથમાં હાજર હતા તેમની ખુશી સાતમાં આસમાને હતી. એવા જ સ્ટાર્સમાંથી એક છે કરણ જોહર. કરણ જોહરે સોશિયલ મીડિયા પર તસ્વીર શેર કરી અને શપથવિધિમાં તેને બોલાવવા માટે તેણે પીએમ મોદીને ધન્યવાદ પણ આપ્યા હતા.

કરણ જોહરે લખ્યું હતું- ‘ફરી વખત શુભકામનાઓ. આ ખાસ પ્રસંગ પર મને આમંત્રીત કરવા બદલ ધન્યવાદ. આ અમારા દેશ માટે ખુબ સૌભાગ્યની વાત છે કે તમે તમારા પદ પર દેશનું પ્રતિનિધિત્વ ચાલુ રાખશે. દુનિયાભરમાં જ્યારે હું તમારી પ્રસંશા સાંભળું છું ત્યારે ખૂબ ગર્વ અનુભવું છું. સન્માનિત ઓફિસમાં બીજા ચેપ્ટરની શરૂઆત કરવા પર હું સૌને શુભકામના પાઠવું છું. સાથે જ હું એમ પણ કહેવાનું પસંદ કરીશ કે… પિક્ચર અભી બાકી હૈ… જય હિન્દ ’

ફક્ત કરણ જોહર જ નહીં અનુપમ ખેર પણ સોશિયલ મીડિયા પર નરેન્દ્ર મોદીને શુભકામના આપી છે. તેમણે કહ્યું- ‘PM નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારંભ એક ભવ્ય ઈવેન્ટ રહ્યો. મારા અને સાથી અનિલ કપૂર માટે આર્મી ચીફ જનરલ બિપિન રાવત અને એર માર્શલ બીએસ ધનોઆને મળવું પણ ખૂબ અદભુત રહ્યું. તેમનો એનર્જી અને જોશ કોઈ પણ ભારતીય માટે જોવા યોગ્ય છે. જય હિન્દ.’

Read Also

Related posts

કેજરીવાલે નરેન્દ્ર મોદીને પછાડ્યા, 42%એ CMને તો 32%એ PMને કર્યા પસંદ, દિલ્હીનાં 53% લોકો “આપ” સરકારના કામથી ખુશ ! – સર્વે

Mansi Patel

‘રોકી શકો તો રોકી લો, સલમાન ખાનના ઘરમાં 2 કલાકમાં બોમ્બ ફાટશે’ કિશોરની ધમકીથી મુંબઇ પોલીસ દોડતી થઇ

Bansari

વડોદરાથી અમદાવાદ થઈ દિલ્હી જવા માટે મુસાફરો માટે બદલાયું સ્ટેશન, દરરોજ 26 ટ્રેનો હવે અહીંથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!