20 વર્ષ બાદ તૈમુર બનશે આ મોટા પરિવારનો જમાઇ, આ છોકરીના પિતાએ તો અત્યારથી જ કહી દીધી ‘હા’

તૈમૂલ અલી ખાન હજુ તો નાનો છે પરંતુ તેના ફેન્સ અત્યારથી જ તેની ડેબ્યૂ ફિલ્મ, મોટા પ્રોજેક્ટ અને રિલેશનશીપને લઇને ચર્ચા કરતાં રહે છે. સોશિયલ મીડિયા પર કેટલાંક લોકોનું કહેવુ છે કે તૈમૂર અભિનેતા શાહિદ કપૂરની દિકરી મીશાનો સારો મિત્ર બની શકે છે. તો કેટલાંક લોકોના વિચાર થોડા જુદા છે.

તેમૂરના પોતાના જેટલી ઉંમરના મિત્રોમાં ઘણી છોકરીઓ છે. આ જ કારણે લોકો વચ્ચે તેવી ચર્ચાને હવા મળી છે કે તૈમૂર તેમાંથી જ કોઇ છોકરી સાથે લગ્ન કરી શકે છે. હવે આગળ શું થશે તે તો ભગવાન જ જાણે પરંતુ એક મોટા ઘરની દિકરીના પિતા પણ હા કહી બેઠા છે.

આ પિતા બીજુ કોઇ નહી પરંતુ કરણ જોહર છે. કરણ જોહરે એક રેડિયો શૉમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. કરણનું કહેવું હતું કે તેમને કોઇ સમસ્યા નથી જો 20 વર્ષ બાદ તૈમૂર અને તેની દિકરી રૂહી એકસાથે હોય.

કરણે જણાવ્યું કે, આ જ મુશ્કેલી આપણા દેશમાં છે. જ્યારે કોઇ છોકરો અને છોકરી એક સાથે હોય તો લોકો તરત જ કહે છે ‘ભાઇ’ કહો, ‘દીદી’ કહો. આવું ક્યારેય ન હોવું જોઇએ.

કરણે કહ્યું કે જ્યારે પણ તૈમૂર રમવા માટે મારા ઘરે આવે છે તો તેની નેની રૂહીને કહે છે કે તૈમૂરને ભાઇ કહે. પરંતુ હું તેની વિરુદ્ધ છું. મને લાગે છે કે આવું શા માટે? કોણ જાણે છે કે 20 વર્ષ બાદ તૈમૂર અને રૂહી સાથે રહેવા ઇચ્છતાં હોય. કંઇ પણ થઇ શકે છે.

જણાવી દઇએ કે સૈફ અલી ખાન અને કરીના કપૂર-ખાન એમનાં પુત્ર તૈમુર અલીની બીજી વર્ષગાંઠની ઉજવણી કરવા હાલ સાઉથ આફ્રિક ગયાં છે.

19 ડિસેંબર, બુધવારે કેપ ટાઉન શહેરના દરિયાકિનારે મોજ કરતાં ત્રણેય જણની તસવીરોની ઝલક. તૈમુરનો જન્મદિવસ 20 ડિસેંબર, ગુરુવારે છે.

તૈમુર અલી ખાન પણ એનાં સ્ટાર માતા-પિતાને કારણે એની ક્યૂટનેસને કારણે લોકપ્રિય થઈ ગયો છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter