GSTV
Bollywood Entertainment Holi 2019 Trending

હોળીના નામથી પણ થથરી ઉઠે છે કરણ જોહર, આજ સુધી ભૂલી નથી શક્યો એ ઘટના

karan johar holi

હોળીનો પર્વ આપણા સૌ માટે ખુશીઓ, મસ્તી અને રોમાંચની સાથે ઉત્સાહર લઇને આવે છે. સામાન્ય વ્યક્તિ હોય કે બોલીવુડ સેલેબ્સ, સૌકોઇને હોળી ધૂમધામથી ઉજવવી ગમે છે. પરંતુ એક એવા સેલેબ છે જે આ રંગોના તહેવારને સેલિબ્રેટ નથી કરતાં અને તે છે કરણ જોહર. હકીકતમાં ગત વર્ષે જ કરણ જોહરે ઇન્ડિયાસ નેક્સ્ટ સુપરસ્ચાર શૉ પર હોળી ન રમવાનું કારણ જણાવ્યું હતુ.

હકીકતમાં કરણ જોહરે શૉમાં એક કિસ્સો જણાવતાં કહ્યું હતું કે, જ્યારે હું 10 વર્ષનો હતો ત્યારે અમે અમિતાભ બચ્ચનની હોલી પાર્ટીમાં જતાં હતા. મને રંગો સાથે હોળી રમવી ખાસ પસંદ ન હતી. હોળીના દિવસે જેવો હું બિગબીના ઘરે પહોંચ્યો ત્યાં અભિષેકે મને પુલમાં ધક્કો મારી દેતો. આ ઘટના બાદ હું એટલો ગભરાઇ ગયો હતો. તે પછી હું ક્યારેય હોળી નથી રમ્યો.

જણાવી દઇએ કે અભિષેક અને કરણ જોહર સારા મિત્રો છે. કરણની પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો તે ટૂંક સમયમાં ફિલ્મ કલંક લઇને આવી રહ્યો છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ, વરુણ ધવન, સોનાક્ષી સિન્હા, આદિત્ય રોય કપૂર, માધુરી દિક્ષિત અને સંજય દત્ત લીડ રોલમાં છે.

Read Also

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu
GSTV