GSTV
Home » News » ના હોય!કરણ જોહર પોતાના બેડરૂમમાં લગાવે છે આ સુપરસ્ટારની પત્નીની તસવીર!

ના હોય!કરણ જોહર પોતાના બેડરૂમમાં લગાવે છે આ સુપરસ્ટારની પત્નીની તસવીર!

તમે તે કહેવત તો સાંભળી હશે કે દરેક સફળ પુરુષની પાછળ એક મહિલાનો હાત હોય છે અને આજે કરણ જોહર પોતાના જીવનમાં સફળતાના શિખરો સર કરી શક્યો છે તો તેની પાછળ પણ એક મહિલાનો જ હાથ છે. પરંતુ તમે વિચારો કે તે મહિલા કરણની માતા હીરુ છે તો તમને જણાવી દઇએ કે તમે ખોટુ વિચારી રહ્યાં છો.

25મે 1972ના રોજ જન્મેલા કરણ જોહર આજે  પોતાનો જન્મ દિવસ ઉજવી રહ્યાં છે. આ અવસરે અમે તમને તેમના અંગત જીવનનું એક મોટુ રહસ્ય જણાવવા જઇ રહ્યાં છીએ. જે મહિલાની કરણ જોહરના બેડરૂમમાં તસવીર છે તે એક સુપર સ્ટારની પત્ની છે.

કરણ જોહરે ભલે આજ સુધી લગ્ન ન કર્યા હોય પરંતુ તેને પણ પ્રેમ થયો હતો. તેનો આ પ્રેમ હતો ટ્વિન્કલ ખન્ના. કરણે વર્ષ 2016માં ટ્વિન્કની બુક ‘શ્રીમતી ફન્નીબોન્સ’ના લોન્ચ પર આ વાત કહી હતી અને કહ્યું હતું કે ફક્ત ટ્વિંકલ જ એ છોકરી હતી, જેના સાથે તેને પ્રેમ હતો.

કરણની લાઈફમાં આમ તો ઘણા સ્પેશલ લોકો છે જે તેની તાકાત છે પરંતુ ગૌરી અને શાહરૂખને તે પોતાની અસલી તાકાત માને છે. એક ઈન્ટરવ્યૂમાં તેનો ઉલ્લેખ કરતા કરણે ખુલાસો કર્યો હતો કે તે પોતાના બેડરૂમમાં શાહરૂખ અને ગૌરીની તસવીર મુકે છે કારણ કે તેમના તસ્વીર જોઈને તેમને તાકાત મળે છે.

કરણ જોહર એક સિંગલ ફાધર છે અને તેના યશ અને રૂહી નામના બે બાળકો છે. સિંગલ ફાધર હોવાના કારણે તે પોતાની જવાબદારી સારી રીતે નિભાવે છે. જ્યારે તેને પુછવામાં આવ્યું કે શું તેને લાઈફ પાર્ટનરની જરૂર મહેસૂસ નથી થતી? તો તેણે જણાવ્યું કે તેના બાળકો અને માતા તેમના લાઈફ પાર્ટનર છે.

Read Also

Related posts

પાકિસ્તાન: કરાચીમાં 320 રૂપિયા કિલો ટામેટા, લોકો 1-2 નંગ ખરીદવા મજબૂર

Bansari

સલમાન ભાઈજાન તેના પિતા સલીમ ખાનની સલાહને કંઈક આ રીતે કરે છે ફોલો

Dharika Jansari

રાજ્યસભામાં માર્શલનો ડ્રેસ બદલાયો, હવે સેના જેવો યુનિફૉર્મ પહેરશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!