રાજ કપૂરની પત્નીનાં નિધન પર હસ્યાં કરન અને રાની, વિડીયો થયો વાયરલ

પ્રખ્યાત એક્ટર રાજ કપૂરની પત્ની કૃષ્ણા રાજ કપૂરનું 1 ઑક્ટોબર ના રોજ મૃત્યુ થયું હતું. કૃષ્ણા રાજ કપૂરની ઉંમર 87 વર્ષ હતી. તે કપૂર પરિવારની સૌથી વરિષ્ઠ સભ્ય હતી. નિધનના સમાચાર સાંભળ્યા બાદ તેમના અંતિમ દર્શન માટે બોલિવુડની અનેક કપૂર ફેમેલિ ત્યાં પહોંચી હતી. આ દુઃખની ઘટના પર લોકોએ શોક વ્યક્ત કર્યો.

પરંતુ ત્યાં પહોંચ્યાં કરન જોહર અને રાણી મુખરજી,  અને વાયરલ થયો એક વિડીયો . ઈન્સ્ટ્રાગ્રામ પર પોસ્ટ કરાયેલા આ વિડીયોમાં કરણ જૌહર, રાણી મુખરજી, આલિયા ભટ્ટ અને કેટલાક અન્ય લોકો દેખાય છે. આ વિડિયો ક્રિષ્ના રાજ કપૂરના અંતિમ સંસ્કારનાં સમયનો છે. તેમાં કરણ જૌહર રાની મુખરજી સાથે ઊભા હોય એવું દેખાય છે. આ દરમિયાન કરણ જૌહર અને રાણી મુખર્જી જોર જોરથી હસતાં જોવા મળી રહ્યા છે. વિડીયો પર કોમેન્ટ કરનારા લોકો ખુબ ખરાબ શબ્દો બોલી રહ્યાં છે. જો કે, વિડીયોમાં તેમની સાથે ઉભેલી આલિયા ભટ્ટ એકદમ ગંભીર દેખાય છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter