GSTV
Home » News » જો કરણ જોહર PM બની જાય તો આ સ્ટાર્સને મળશે આ જવાબદારીઓ

જો કરણ જોહર PM બની જાય તો આ સ્ટાર્સને મળશે આ જવાબદારીઓ

kapil sharma karan johar

નાના પડદાના હિટ કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ પર શનિવારે એક એપિસોડમાં કાજોલ અને કરણ જોહર ખાસ મહેમાન બનીને આવ્યા હતા. ત્યાં કપિલ તો કરણની તારીફ કરતા થાકતો જ ન હતો. પરંતુ કરણે કપિલની ખૂબ મજાક ઉડાવી. તે ક્યારેક કપિલના સ્ટાઈલ તો ક્યારેક તેની અંગ્રેજીની મજાક ઉડાવતો જોવા મળ્યો. જેવું કે હાલમાં લોકસભા ચૂંટણી ચાલી રહી છે તો કપિલે આ શોમાં હલકો ફુલકો ચૂંટણીનો માહોલ પણ ઉભો કર્યો. તેના પરથી આઈડીયા લઈને કપિલે કરણને અમુક અજીબો ગરીબ સવાલો પણ કર્યા.

કપિલે કરણને કહ્યું માની લો જો તમે પ્રધાનમંત્રી બની જોવ તો કયા સ્ટાર્સને કયુ મંત્રાલય આપશો? કપિલે હેલ્થ મિનિસ્ટ્રીનું નામ લીધુ તો વિચાર્યા પહેલા જ કરણે અક્ષય કુમારનું નામ લઈ લીધું. કરણે કહ્યું, ‘ અક્ષયના શરીરમાં કોઈ કેમિકલ નથી જતું. તે ખૂબ સ્વસ્ત છે અને દૂધ, ધી, માખણ જેવી વસ્તુઓ ખાય છે.’ ગોસિપ મિનિસ્ટ્રી સાંભળીને તરત જ કરણે કરીના કપૂરનું નામ લીધું.

કરણે કહ્યું, ‘કરીના રોજ સવારે ઉઠીને પોતાના સર્કલ પાસેથી ખબરો લે છે. જો કોઈ ખબર પર કનફર્મેશન જોઈતી હોય તો તે મને કોલ કરે છે અને અમે ડિસ્કસ કરીએ છીએ.’ ફેશન મિનિસ્ટરનું પદ કરણે સોનમ કપૂરને આપ્યું.

Read Also

Related posts

ત્રિપલ તલાકના કાયદા પ્રમાણે ગુજરાતના આ શહેરમાં નોંધાઈ પહેલી પોલીસ ફરિયાદ

Path Shah

ફુટબોલને અલવિદા કહી શકે છે આ દિગ્ગજ ખેલાડી, સંન્યાસની અટકળો વચ્ચે આપ્યું મોટું નિવેદન

Path Shah

પાકિસ્તાને સુંદરબનીમાં ફરી કર્યુ સીજફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!