GSTV
India News Trending

જગદીશ ટાઈટલરની તસવીરવાળી ટી-શર્ટ પહેરવા બદલ કરમજીતસિંહ ગિલની ઝાટકણી, થઈ ફરિયાદ

અમૃતસર ખાતે સુવર્ણ મંદિરમાં જગદીશ ટાઈટલરની તસવીરવાળી ટી-શર્ટ પહેરીને ફોટોગ્રાફ ખેંચાવનારા કૉંગ્રેસી કાર્યકર્તા કરમજીતસિંહ ગિલ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. કૉંગ્રેસના કાર્યકર્તા કરમજીતસિંહ ગિલની ટાઈટલરના ફોટોગ્રાફવાળી ટી-શર્ટ સાથેની તસવીર સોશયલ મીડિયા પર વાઈરલ થઈ છે. શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમિટીના અધ્યક્ષ હરજિંદરસિંહ ધામીએ જગદીશ ટાઈટલરની તસવીરવાળી ટી-શર્ટ પહેરવા બદલ કરમજીતસિંહ ગિલની ઝાટકણી કાઢી છે.

હરજિંદરસિંહ ધામીએ કહ્યુ છે કે જગદીશ ટાઈટલર દિલ્હી શીખ કત્લેઆમના મુખ્ય આરોપી છે. ટાઈટલને શીખ કોમ ક્યારેય માફ કરી શકે નહીં. ધામીએ કહ્યુ છે કે આવી ભદ્દી હરકત કરનાર વ્યક્તિ અમૃતસરનો વતની કરમજીતસિંહ ગિલ કૉંગ્રેસનો પ્રતિનિધિ છે. કરમજીતસિંહે આયોજનબદ્ધ ષડયંત્ર હેઠળ આવું કૃત્ય કર્યું છે. એસજીપીસીના અધ્યક્ષે કહ્યુ છે કે સુવર્ણ મંદિરમાં દુનિયાભરના શીખો અને અન્ય લોકોની આસ્થા છે. આવા સ્થાન પર શીખોની ભાવના આહત કરવામાં આવે, તે સ્વીકારી શકાય નહીં.

એસજીપીસીએ કરમજીતસિંહ ગિલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. મહત્વપૂર્ણ છે કે કરમજીતસિંહે ખુદને કૉંગ્રેસના એસસી સેલનો પ્રભારી ગણાવ્યો છે. પરંતુ કૉંગ્રેસે કરમજીત સાથેના કોઈપણ પ્રકારનો સંબંધનો ઈન્કાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે 1984ના દિલ્હી ખાતેના શીખ વિરોધી રમખાણોમાં જગદીશ ટાઈટલર સામે આરોપો લગાવાયા હતા.

READ ALSO

Related posts

દશેરા નિમિત્તે શોભાયાત્રા દરમિયાન મદરેસામાં ઘૂસી ટોળાએ બળજબરીથી કરી પૂજા, 9 પર FIR, 4ની ધરપકડ

Hemal Vegda

Arun Bali Passes Away: ‘કેદારનાથ’ ફેમ અરૂણ બાલીનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

Hemal Vegda

ડોલર સામે રૂપિયો ઑલ ટાઈમ લો પર, જાણો ભારતીય કરન્સીમાં કેમ આવ્યો ઘટાડો

Hemal Vegda
GSTV