કેટલી હદે હિંદુસ્તાન નામ ખુંચતુ હશે, ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની પર ડાન્સ કર્યો તો સ્કુલ જ બંધ કરાવી દીધી

પાકિસ્તાનની એક શાળામાં બાળકોએ બૉલીવુડ મૂવીનું ‘ ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ ગીત પર ડાન્સ કર્યો. જોકે આ ગીત પછી શાળાનું રજીસ્ટ્રેશનને સસ્પેન્ડ કરી દીધું છે. આ બાબત કરાચીની છે. જે સમયે બાળકો તેમની પ્રસ્તુતિ રજૂ કરી રહ્યા હતા તે સમયે ડિસ્પ્લે સ્ક્રીન પર ભારતનો તિરંગો ફરકી રહ્યો હતો.

ખાનગી સંસ્થાઓના નિરીક્ષણ / નોંધણીના અધિકારીઓ સિંધના અધિકારીઓએ સોશિયલ મીડિયા પર એક વિડિઓ જોયેલો કે જેમાં કરાચીમાં બેબી કેર સ્કૂલના વિદ્યાર્થીઓ શાહરુખ ખાનના લોકપ્રિય ટ્રેક ‘ ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ પર તેમનો ડાન્સ કરી રહ્યા હતા.

આ સમય દરમિયાન, તિરંગો ડિસ્પ્લે સ્ક્રીન પર હતો. અહેવાલ છે કે કરાચીના શિક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રસ્તુતિ “અત્યંત વાંધાજનક” અને “રાષ્ટ્રીય પ્રતિષ્ઠા”ની વિરુદ્ધ છે. ડિરેક્ટોરેટ વતી શાળાને મોકલેલા પત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે શાળાના અધિકારીઓને ડિરેક્ટોરેટ સમક્ષ હાજર રહેવું જ પડશેએ. શાળા વહીવટીતંત્રે આ પત્રનો જવાબ ન આપ્યો, ત્યારબાદ સંબંધિત અધિકારીઓએ શાળાઓની બધી શાખાઓનું રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કર્યું હતું.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter