GSTV

કપિલદેવના ચાહકો માટે સારા સમાચાર, તબિયતમાં સુધારો થતાં ગોલ્ફ રમવા સહિત કરી આ વાત

કપિલ

ભારતના મહાન ઓલરાઉન્ડર અને 1983ની વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન કપિલદેવને ગુરુવારે રાત્રે હાર્ટ એટેક આવ્યો હતો અને તેમને એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડી હતી. કપિલદેવ હાલમાં દિલ્હીની હોસ્પિટલમાં છે અને તેમની તબિયતમાં ઘણો સુધારો થયો છે. તેમણે સોશિયલ મીડિયા મારફતે દેશવાસીઓ અને તેમના કરોડો ફેન્સનો આભાર માન્યો હતો.

હવે ગોલ્ફ રમવા માટે આતુર બની ગયા

તેમની તબિયત  સુધારા પર છે એટલું જ નહીં પરંતુ તેઓ હવે ગોલ્ફ રમવા માટે આતુર બની ગયા છે. કપિવદેવ 1983ની વર્લ્ડ ચેમ્પિયન ટીમના કેપ્ટન હતા અને એ વખતે રમેલી ટીમનું એક વોટ્સએપ ગ્રૂપ જેમાં તેમના એક સમયના સાથીઓએ તેમને ઝડપથી સાજા થવાની શુભેચ્છા પાઠવી હતી.

હવે મારી તબિયત સારી છે અને વધુ બહેતર બની રહી છે

કપિલદેવે આ ગ્રૂપમાં પોતાના સાથી ખેલાડીઓનો આભાર માન્યો હતો અને લખ્યું હતું કે હવે મારી તબિયત સારી છે અને વધુ બહેતર બની રહી છે. હવે હું ગોલ્ફ રમવાનનો વધારે ઇંતેજાર કરી શકું તેમ નથી.      તમે મારો પરિવાર છો. તમારા સૌનો આભાર.

તેણે તેના ચરિત્ર મુજબ કપરા સમયને બદલી નાખ્યો

વર્લ્ડ ચેમ્પિયન ટીમના એક ખેલાડીએ લખ્યું હતું કે કપિલદેવ મોટા દિલનો ઇન્સાન છે તેણે તેના ચરિત્ર મુજબ કપરા સમયને બદલી નાખ્યો છે. 61 વર્ષના કપિલદેવને ગુરુવારે રાત્રે હાર્ટ એટેક આવ્યો હતો અને તેમને તાત્કાલિક દિલ્હીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં રાત્રે જ તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

રિલાયન્સ જિઓ આ વર્ષે આટલા કરોડ ગ્રાહકોના વધારા સાથે બની માર્કેટ લીડર, વોડાફોન આઈડિયાના 8 કરોડથી વધુ ગ્રાહકો તૂટ્યા

Karan

ડ્રગ્સ કેસમાં જામીન બાદ ભારતીસિંહની પહેલી પોસ્ટ, શું નવા શોમાં જોવા મળશે ?

Karan

મોદી સરકારે આપ્યા આદેશ/ દેશમાં 1 જૂનથી લોકલ હેલ્મેટના વેચાણ પર પ્રતિબંધ, ફક્ત આ સર્ટિફિકેટવાળા હેલ્મેટને જ મંજૂરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!