GSTV
Home » News » ચિદમ્બરમની ધરપકડથી કોંગ્રેસ નેતાઓ ભાન ભૂલ્યા કે શું? સુપ્રિમ કોર્ટ વિશે કરી નાંખી આ વાત

ચિદમ્બરમની ધરપકડથી કોંગ્રેસ નેતાઓ ભાન ભૂલ્યા કે શું? સુપ્રિમ કોર્ટ વિશે કરી નાંખી આ વાત

ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી ચિદંબરમની ધરપકડથી રોષે ભરાયેલા કોંગ્રેસી નેતાઓ ભાન ભૂલ્યા હોય તતેવું લાગી રહ્યું છે. પોતાનાં નેતાની ધરપકડથી રોષે ભરાયેલા કોંગ્રેસ નેતાઓ મન પડે તેમ બોલતા થયા છે.

ચિદમ્બરમના વકીલ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કપિલ સિબ્બલ અને મનુ અભિષેક સંઘવીએ દિલ્હી હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટની પણ ટીકા કરી છે. તેમણે કહ્યું હતું કે જે રીતે અદાલતો કામ કરી રહી છે એ ચિંતાજનક છે.

પૂર્વ માનવ સંસાધન વિકાસ પ્રધાન કપિલ સિબ્બલે એવો આક્ષેપ કર્યો કે દિલ્હી હાઇકોર્ટના જે જજે ચિદમ્બરમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી તેમણે આ અરજી જાન્યુઆરી માસથી દબાવી રાખી હતી, અને હવે પોતે નિવૃત્ત થવાના હોય, પોતાનાં રિટાયરમેન્ટનાં બે દિવસ બાકી હતા ત્યારે અરજી નામંજૂર કરી.

આગળ વાત કરતા સિબ્બલ જણાવે છે કે મિડિયામાં પબ્લિસિટી મેળવવા તેમણે આવું કર્યું હોવાની શંકા થઇ રહી છે. જામીન અરજી નકારવાના ટાઇમિંગનું અહીં મહત્ત્વ છે. બપોરે 3.25 વાગ્યે જજમેન્ટ આપ્યું. અમે ચાર વાગ્યે આગોતરા જામીનની અરજી કરી તો તેમણે નકારી જેથી અમે સુપ્રીમ કોર્ટમાં પણ ન જઇ શક્યા. જે રીતે આ જજમેન્ટ અપાયા છે એ ચિંતા ઉપજાવે એવી કામગીરી છે.

સુપ્રિમ કોર્ટ વિશે કરી આ ટિપ્પણી

સુપ્રીમ કોર્ટ વિશે બોલતાં સિબ્બલે કહ્યું કે સુપ્રીમ કોર્ટે ચીફ જસ્ટિસ પાસે જવાનું કહ્યું. સુપ્રીમ કોર્ટની હેન્ડબુકમાં સ્પષ્ટ શબ્દોમાં લખેલું છે કે ચીફ જસ્ટિસ બીઝી હોય તો એમના પછીના સિનિયર જજ આ અરજી હાથમાં લઇ શકે છે. પરંતુ તેમણે એમ ન કર્યું. સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારે કહ્યું કે સાંજે ચાર વાગ્યે ચીફ જસ્ટિસ સુનાવણી કરશે. હાલ તેઓ અયોધ્યા કેસની સુનાવણીમાં બીઝી છે. ચાર વાગ્યે અમારી અરજી હાથમાં લે એવો સમય જ રહ્યો નહીં. આમ અદાલતોની કામ કરવાની રીત ચિંતાજનક બની રહી છે.

READ ALSO

Related posts

અમદાવાદ મહાનગરપાલિકાની માસીક સાધારણ સભા યોજવામાં આવી, રોગચાળો મુખ્ય મદ્દો રહ્યો

pratik shah

શાકના છોતરા સાથે સોનાના દાગીના ખાઈ ગયો આખલો, બહાર કાઢવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ મેળ ન પડ્યો

Arohi

Google હાસલ કરી Quantum Supremacy, બદલાઈ જશે કોપ્યૂટિંગની દુનિયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!