GSTV
Home » News » મોદી સરકાર કોર્પોરેટ માટે દિવાળી લાવી અને ગરીબોને…નાણામંત્રીની ઘોષણા પર કપિલ સિબ્બલના આકરા પ્રહાર

મોદી સરકાર કોર્પોરેટ માટે દિવાળી લાવી અને ગરીબોને…નાણામંત્રીની ઘોષણા પર કપિલ સિબ્બલના આકરા પ્રહાર

કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલના નિશાને ફરીવાર મોદી સરકાર આવી છે. તેમણે જણાવ્યુ હતુ કે,  મોદી સરકારના શાસનમાં દેશની અર્થવ્યવસ્થા મંદીનો શિકાર બની છે. જેથી દેશના યુવાઓ બેરોજગાર બન્યા છે. દેશના સામાન્ય નાગરિકના હાથમાં નાણા નથી અને સરકાર કોર્પોરેટોને કરોડો રૂપિયા આપી રહી છે. મોદી સરકારના નિર્ણયથી દેશની તિજોરીને મોટું નુકસાન થવાનું છે.

કપિલ સિબલ્બ પહેલા સીપીઆઈ નેતા સીતારામ યેચુરીએ ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે, સરકારની જાહેરાત સૌથી મોટુ કૌભાંડ  છે.  આરબીઆઈ દ્વારા સરકારને આપવામાં આવેલી ૧ લાખ ૭૬ હજાર કરોડની રકમ કોર્પોરેટને આપી દેવામાં આવી છે. સરકારની જાહેરાતથી વેપારીઓને ફાયદો થશે પરંતુ કોઈના હાથમાં નાણા આવવાના નથી.

Read Also

Related posts

ઈન્સ્ટાગ્રામનું સૌથી ખતરનાક ડેબ્યુ આ અભિનેત્રીના નામે, સાઈન અપ કરતાં જ ગિનીસમાં રેકોર્ડ દર્જ થઈ ગયો

Mayur

પશ્ચિમ બંગાળ સરહદે બાંગ્લાદેશના સૈન્યનો ગોળીબાર : જવાન શહિદ, એકને ઈજા

Mayur

મનમોહન સિંહે અર્થવ્યવસ્થાને લઈ મોદી સરકારની ઝાટકણી કાઢી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!