GSTV

આ દિવસથી ઑન એયર થશે કપિલ શર્માનો નવો શો ‘ફેમિલી ટાઈમ વિથ કપિલ’

Last Updated on March 8, 2018 by Bansari

કૉમેડિયન કપિલ શર્માનો નવો શો ‘ફેમિલી ટાઈમ વિથ કપિલ’ થોડા સમયમાં શરૂ  થવા જઈ રહ્યો છે. થોડા સમય પહેલા જ શોના બીજા પ્રોમોને પણ રિલીઝ કરવામાં આવ્યો છે. કપિલના નવા શોના પ્રોમોને જોયા બાદ તેના ફેન્સની તેને હસાવતા જોવાની ઉત્સુકતા વધી ગઈ છે. કપિલના ફેન્સ તેના ત્રીજા શોની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે અને જો તમે વિચારી રહ્યા હોય કે તેનો આ શો ક્યારે ઑન એર થશે તો તમને જણાવી દઈએ કે આ શો 25 માર્ચથી ઑન એર થશે.

કપિલનો શો કઈ ડેટે ઓન એર જશે તેની ઓફિશિયલ જાહેરાત હજી નથી કરવામાં આવી પરંતુ કપિલના ફેન્સે પહેલા જ જણાવી દીધું છે કે તેનો શો ક્યારે શરૂ થવાનો છે. કપિલનનો ટીવી પર આ ત્રીજો શો છે તેનો પહેલો શો કલર્સ ચેનલ પર ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’ના નામે શરૂ થયો હતો. ચેનલ સાથેના વિવાદના કારણે ચેનલે શોને બંધ કર્યો હતો. ત્યાર બાદ કપિલનો બીજો શો ‘ધ કપિલ શર્મા શો’ સોની ટીવી પર શરૂ થયો હતો પરંતુ કપિલની તબિયત બગાડવાને લીધે આ શોને પણ બંધ કરવામાં કરવામાં આવ્યો હતો. આ પછી આ કપિલનો ત્રીજો શો છે.

જાણવા મળ્યું છે કે કપિલનો આ શો તેના પાછલા બે શો કરતા અલગ હશે. આ વખતે કપિલ સાથે આ શોમાં ફક્ત સેલેબ્રીટી જ નહિ પણ સામાન્ય માણસો પણ જોવા મળશે. સામાન્ય માણસની સાથે તેમનો પરિવાર પણ આ શોમાં ભાગ લેશે. કપિલ તેની આખી ટીમ સાથે આ શોમાં દેખાસે પણ આ વખતે શોમાં સુનીલ ગ્રોવર દેખાસે નહિ.

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!