કપિલ શર્માએ શેર કર્યુ વેડિંગ કાર્ડ, આગામી મહિને ગિન્ની સાથે લેશે સાત ફેરા

બોલિવૂડમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે દિપીકા રણવીર ત્યારબાદ હવે દેસી ગર્લ પ્રિયંકા પણ લગ્ન કરવા જઈ રહી છે અને હવે તે લિસ્ટમાં કોમેડીના કિંગ કપિલનું પણ નામ ઉમેરાયું છે. કપિલ પોતાની ગર્લફ્રેન્ડ ગિન્ની ચાતરાથ લાથે લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યો છે.

કોમેડિયન કપિલશર્માએ પોતાની કોમેડી દ્વારા ઘણા બધા લોકોનું દિલ જીતુ લીધું છે.પોતાના કરિયરમાં તો તેમને સારીએવિ પ્રગતિ કરી લીધી છે. પોતાના કરિયરમાં તાબળતોળ મહેનત પછી તેમને આ સફળતા પ્રાપ્ત કરી છે.તેને પોતાની પર્સનલ લાઇફ વિશે બધાને શેર કર્યું છે કે તે પોતાની ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે ૧૨ ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં જોડાશે.

લગ્નની તમામ તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ હાલમાં કપિલ શર્મા ટીવી પર કમબેક કરવાનો છે અને તે હાલમાં કામની સાથે સાથે પોતાના લગ્નની તૈયારીમાં પણ પૂરું ધ્યાન આપી રહ્યો છે. કપિલ શર્માએ પહેલી વખત પોતાની લવ સ્ટોરી મીડિયા સામે શેર કરીછે. તેમણે જણાવ્યુ હતું કે તેમની ગિન્ની સાથે મુલાકાત ૨૦૦૫માં એક ઓડિશનમાં થયેલ હતી. જેના લીધે તે અને ગિન્ની નજીક આવ્યા હતા. ત્યારબાદ તેમની લવસ્ટોરી શરૂ થઈ હતી.

તાજેતરમાં ખુલાસો કરતાં કપિલ શર્માએ કહ્યું છે કે, “લગ્ન 12 ડિસેમ્બર, જલંધર માં હશે. કારણ કે ગિન્નીનું ગૃહનગર છે. અમે લગ્ન અત્યંત સરળ રીતે કરવા માંગતા હતા, પરંતુ ગિન્ની તેના પરિવારની એકમાત્ર દીકરી છે તેથી તે લોકો આ લગ્નને ધૂમધામથી કરવા ઈચ્છે છે, અને મારી મમ્મી પણ મારા લગ્નને ધૂમધામથી કરવા ઇચ્છતી હતી. કપિલએ જણાવ્યુ કે મારા ભાઈના લગ્ન સાધારણ રીતે કર્યા હતા કારણકે ત્યારે ઘરની પરિસ્થિતી તેટલી સારી ના હતી. માત્ર અમે થોડાક લોકોને બારાતમાં લઈને ભાભીને ઘરે લઈ આવ્યા હતા.

જણાવી દઇએ કે કૉમેડીથી સૌકોઇને હસાવનારા કપિલ શર્મા પોતાના ચર્ચિત કૉમેડી શૉ ‘ધ કપિલ શર્મા શૉ’ દ્વરા ટીવી પર કમબેક કરી રહ્યો છે. તેના શૉની બીજી સીઝનનું ટીઝર આવી ગયું છે. આ શૉ ટૂંક સમયમાં ઓનએર કરવામાં આવશે તેવી જાણકારી આપવામાં આવી છે. બિમારી અને વિવાદોથી ઘેરાયેલો કપિલ નવેસરથી શરૂઆત કરવા માટે તૈયાર છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter