GSTV
Home » News » કપિલ શર્માને આ સિધ્ધિ બદલ મળ્યુ ગિનિઝ બૂક ઓફ રેકોર્ડસમાં સ્થાન

કપિલ શર્માને આ સિધ્ધિ બદલ મળ્યુ ગિનિઝ બૂક ઓફ રેકોર્ડસમાં સ્થાન

કપિલ શર્માની સિધ્ધિની ગિનિઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ લેવાઈ છે. કપિલ શર્માના કોમેડી શોને સૌથી વધુ જોવાતા સ્ટેન્ડ અપ કોમેડી શો તરીકે ગિનિઝ બૂકમાં સ્થાન મળ્યુ છે. કપિલનો શો હાલમાં ટીવીના સૌથી વધુ જોવાતા ટોપ પાંચ શોના લિસ્ટમાં સામેલ છે. કપિલને ગિનિઝ બૂક દ્વારા અપાયેલા સર્ટિફિકેટને કપિલ શર્માના ફેન પેજ પર પોસ્ટ કરવામાં આવ્યુ હતુ.

આ પહેલા કપિલને ફોર્બ્સ મેગેઝિને 2017માં કપિલ શર્માને ભારતમાં સૌથી વધુ કમાણી કરતા ટીવી સ્ટાર ગણાવ્યો હતો. કપિલની ટીવી પરદે આ બીજી ઈનિંગ છે. દોઢ વર્ષ પહેલા કપિલે ટીવી પરદા પરથી બ્રેક લીધો હતો.

તે વખતે કપિલને પોતાના કો સ્ટાર સુનીલ ગ્રોવર સાથે લડાઈ થઈ હતી. જેને લઈને ભારે વિવાદ પણ સર્જાયો હતો. કપિલની એ પછી આવેલી ફિલ્મ ફિરંગી પણ ફ્લોપ થઈ હતી. જોકે કપિલે બીજી ઈનિંગમાં ધમાકેદાર વાપસી કરી છે.

READ ALSO

Related posts

રાજ્યમાં જગતનો તાત તરસ્યો, વરુણદેવને મનાવવા 24 કલાકની અખંડ રામધૂનનુ કરાયું આયોજન

Path Shah

કુલભૂષણ કેસ મામલે વકીલ હરીશ સાલ્વેનું નિવેદન: જો પાક. ICJનાં નિર્દેશોનું પાલન નહિં કરે તો…

Riyaz Parmar

કુલભૂષણ જાધવ મુદ્દે ભારતની જીતની ઠેર ઠેર ઉજવણી, સીએમ રૂપાણીએ આપી પ્રતિક્રિયા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!