GSTV
Home » News » પ્રધાનમંત્રીને મળવા જઉં છું કહી કપિલ શર્મા મોદીની જગ્યાએ મનમોહન સિંહ પાસે પહોંચી ગયો

પ્રધાનમંત્રીને મળવા જઉં છું કહી કપિલ શર્મા મોદીની જગ્યાએ મનમોહન સિંહ પાસે પહોંચી ગયો

થોડા સમય પહેલા કોમેડિયન કપિલ શર્મા અચાનક ડૉ. મનમોહન સિંહને મળવા માટે પહોંચ્યા હતા. લોકો હેરાન થઈ ગયા કારણ કે જે મનમોહન વિશે કોઈ પૂછી નથી રહ્યું તેને મળવા કપિલ શર્મા શા માટે ગયા ? પણ હવે તે વાતનો ખુલાસો પણ થઈ ગયો છે. ખુલાસો પણ કપિલની એક અંગત વ્યક્તિએ જ કર્યો છે. પણ તે ખુલાસો સાંભળી તમે હસી હસીને લોટપોટ થઈ જશો.

આ વાતનો ખુલાસો બીજા કોઈએ નહીં પણ ખૂદ કપિલના શોમાં કામ કરનારા એક કોમેડિયને કર્યો છે. જણાવ્યું કે કપિલ શર્મા લાંબા સમયથી ટૂન્નાવસ્થામાં હતા. તેમને ખબર જ ન રહી કે મનમોહન સિંહજી હવે પીએમ નથી. તેમની જગ્યાએ મોદીજી આવી ચૂક્યા છે અને તે પણ ચાર વર્ષ પહેલા.

તો ચાર દિવસ પહેલા કપિલ ઉઠીને પીએમને મળવા માટે જઈ રહ્યો છું એવું કહ્યું. કોમેડિયને કહ્યું કે, અમને લાગ્યું કે નરેન્દ્ર મોદીને મળવા માટે જતા હશે કારણ કે અત્યારે એક્ટરથી લઈને તમામ લોકો નરેન્દ્ર મોદીને જ મળે છે. પ્રધાનમંત્રી પણ તેઓ જ છે. એ તો ત્યારે ખ્યાલ આવ્યો જ્યારે કપિલે ટ્વીટર પર પ્રધાનમંત્રી સાથેની ફોટો શેર કરી. પરંતુ ત્યાં સુધીમાં કાંડ થઈ ચૂક્યો હતો. આ સમયે મીડિયાએ કપિલ શર્મા સાથે વાત કરવાની કોશિષ કરી પણ તેમનો સંપર્ક ન થઈ શક્યો.

READ ALSO

Related posts

તાપી જિલ્લાનાં આજિવાસી ગામડાઓમાં મતદાનનો બહિષ્કાર, મહિલાઓએ અધિકારીઓને ઘેરાવ કર્યો

Riyaz Parmar

‘હેટ સ્ટોરી 2’ અભિનેત્રીએ પુત્રીને આપ્યોજન્મ ,

Path Shah

જામનગર-દ્વારકામાં કોંગ્રેસને ફટકો, રૂપાલાની સભામાં કોંગ્રેસનાં નેતાએ કેશરિયા કર્યા

Riyaz Parmar