GSTV
Home » News » કપિલને ફી ઘટાડવી પડી જ્યારે સુનીલે કરી પોતાની ફી ડબલ

કપિલને ફી ઘટાડવી પડી જ્યારે સુનીલે કરી પોતાની ફી ડબલ

કપિલ શર્માના શોની TRP ઘટાવાને કારણે કપિલે પોતાની ફી ઘટાડી દીધી છે. જ્યારે બીજી તરફ સુનીલ ગ્રોવરની કમાણી સતત વધી રહી છે સૂત્રોનુસાર, સુનીલે પોતીની ફી ડબલ કરી દીધી છે.

સુનીલ ગ્રોવરને સતત શોની ઑફર મળી રહી છે અને આ સમયે સુનીલ ગ્રેસ્ટ એપીરયન્સ અને સ્ટેજ શો પર ફોકસ કરી રહ્યો છે. જ્યાં કપિલે પોતની ફી અડધી કરી દીધી છે ત્યાં સુનીલે પોતાની ફી ડબલ કરી દીધી છે. સુનીલ જ્યારે કપિલના શો ‘ધ કપિલ શર્મા શો’માં કામ કરતો ત્યારે પ્રતિ એપિસોડ 7-8 લાખ રૂપિયા લેતો હતો, હવે સુનીલ ગ્રોવર સ્પેશ્યલ એપિયરન્સ માટે 13-14 લાખ રૂપિયા લઇ રહ્યો છે.

તમને જણાવી દઇએ કે સુનીલ ગ્રોવર અને અલી અસગરના શો છોડ્યા બાદ કપિલના શોની TRP સતત ઓછી થઇ રહી છે. સમાચાર તો એવા પણ છે કે કપિલનો શો બંધ પણ થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે કપિલ શર્માએ પોતાની ફી અડધી કરી દીધી છે અને આ પહેલી વખત છે જ્યારે કોઇ સેલિબ્રિટીએ સામેથી પોતાની ફી ઘટાડવાની વાત કરી હોય.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કપિલે પોતાનો કૉન્ટ્રાક્ટ એક વર્ષ માટે વધાર્યો છે. કપિલના શોથી ચેનલને દર વર્ષે 110 કરોડ રૂપિયાની કમાણી થાય છે. કપિલ શર્મા એક એપિસોડના 80 લાખ રૂપિયા લેતો હતો, પરંતુ તે હવે માત્ર 40 લાખ રૂપિયા લઇ રહ્યો છે.

Related posts

પટિયાલા બેબ્સના સેટ પર બેભાન થઈ લીડ એક્ટ્રેસ, કરવા ચોથનું વ્રત રાખી કરી હતી શૂટિંગ

NIsha Patel

‘લવ સીન શરૂ થતાં પહેલાં જ થઇ જતો હતો…’ સિદ્ધાર્થ શુક્લાને લઇને રશ્મિ દેસાઇએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Bansari

આવી ગઇ છે દયાબેન, ‘તારક મહેતા…’માં નવા અવતારમાં દિશા વાકાણીની વાપસી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!